________________
(૧૯૧ )
ગર્ભિણી હતાં ત્યારે ગના શુભ પ્રભાવને પ્રતાપે અસુરની છાયાવાળી શય્યામાં બેસવા શક્તિમાન થયા હતા. જન્મ પૂર્વે પણુ એમણે એને શ્રેયાંસ કરી ખતાબ્યા હતા તેથી એમનુ નામ શ્રેયાંસ પાડ્યું. સમેતશિખર ઉપર ૮૪૦૦૦૦૦ વષઁની ઉમ્મરે શીતલનાથ પછી ૧૦૦ સાગરોપમ અને ૬૬૨૬૦૦૦ વર્ષ ઉણા એક કાટિ સાગરોપમ ગયા ત્યારે એ નિર્વાણ પામ્યા.
શ્રેયાંસના સમયમાં પોતનપુરમાં રિપુન્નતિશત્રુ નામે રાજા હતા. એની રાણી મા જ્યારે ગર્ભાવતી હતી ત્યારે એકવાર એણે ચાર પ્રખ્યાત સ્વપ્ન જોયા અને ઘેાડા જ સમયમાં એક પુત્રને જન્મ આપ્યા. એ શ્રવત ૧ લા ખલદેવ હતા. ત્યારપછી રાણીને એક પુત્રી અવતરી તેનુ નામ મૂળાવી પાડ્યુ. યુવતી થતાં એ કન્યા એવી સુન્દર થઇ કે તેના પિતા તેના ઉપર માહ પામ્યા અને તેની સાથે લગ્ન કરવાને એણે નિશ્ચય કર્યાં. ધારેલા લવિષે લૌકિક સમ્મતિ મેળવવાને માટે એણે મેટી સભા ખેલાવી અને તેમાં પ્રશ્ન કર્યાં જે “મારી ભૂમિમાંથી રત્ન જડે તેા તે કાનુ...?” સાએ ઉત્તર આપ્યા જે “ આપ પૃથ્વીના સ્વામી છે અને તેથી સર્વાના સ્વામી છે. ” એણે ફરીવાર એને એ પ્રશ્ન કર્યાં ને ફરી વાર એના એ ઉત્તર મળ્યા, તેથી એણે ગાંધ લગ્નની પ્રણાલીએ મૃગાવતીની સાથે પેાતાની પ્રજાને આશ્ચર્યચકિત કરીને લગ્ન કર્યું. અને તેથી પ્રજાપતિ કહેવાયેા. ભદ્રાને આથી પેાતાના સ્વામી ઉપર એટલેા ક્રોધ ચડ્યો કે પેાતાના પુત્ર અચલને લઈને તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. અચલે મહેશ્વરી નામે નગરી વસાવી ને માતાને ત્યાં રાખી. પછી પાતે પાતનપુર પાછા આવ્યા.
''
રિપુપ્રતિશત્રુને ત્યાં મૃગાવતીને પેટે પુત્ર અવતર્યાં. તે પુત્ર ગર્ભમાં હતા ત્યારે માતાએ ૭ સ્વપ્ન જોયા ને તેથી વાસુદેવના
* પ્રજાપતિ શબ્દના બે અર્થ છે. પ્રજાના પતિ એટલે રાજા, અને પ્રજા એટલે સૃષ્ટિને પતિ એટલે બ્રહ્મા. હિન્દુકથા પ્રમાણે બ્રહ્માએ પોતાની પુત્રી સરસ્વતી સાથે લગ્ન કર્યું હતું.
૩૬