________________
(૨૮૦ ) રાણું રામજીને ત્યાં અવતર્યા હતા. એમની લેણ્યા ચન્દ્રપ્રભા જેવી શુક્લ હતી તેથી અથવા તે તેમની માતાને સારી આશા હતી ત્યારે એમને ચન્દ્ર પીવાને દેહદ થયે હતું, તેથી એમનું નામ ચન્દ્રપ્રભ પડ્યું. એ દેહદ એવી રીતે પૂરા કરવામાં આવેલ કે ચાંદીના વાટકામાં પાણી ભરી તેમાં ચન્દ્રપ્રભા પાડીને તે એમને પાયું. કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સમેતશિખર ઉપર ૧૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સુપાર્શ્વ પછી ૯૦૦ કેટિ સાગરેપમે એ નિર્વાણ પામ્યા. ' સુવિધિ અથવા પુષ્પરા ૯મા તીર્થંકર શાન્તીના રાજા દીવ અને તેની રાણું રામાને ત્યાં અવતર્યા હતા. ગર્ભિણ રામાએ અનેક ધાર્મિક સુવિધિ કરેલા, તેથી તેનું નામ સુવિધિ પડ્યું. તેમના દાંત પુષ્પ જેવા હતા, તેથી એમનું બીજું નામ પુષ્પદન્ત પડયું. સમેતશિખર ઉપર ૨૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે ચન્દ્રપ્રભની પછી ૯૦ કેટિ સાગરોપમે એ નિર્વાણ પામ્યા.
મિથ્યાત્વ તે પ્રવર્તતું હતું તે છતાં યે ઋષભના સમયથી જૈનધર્મ પ્રસરત ચાલતું હતું, પણ તે સુવિધિના નિર્વાણ પછી અને શીતળ તીર્થકરના જન્મ અગાઉ સંકોચાત ચાલે. એમ સાતવાર (સાત પ્રભુના આંતરામાં) થયું. પાછા ફરી શાન્તિનાથના સમયમાં એને ઉદ્ધાર થયે. ત્યારપછી વિચછેદ ન થયું. ૯ મા અને.૧૦ મા તીર્થકરની વચ્ચેના કાળમાં ડું પલ્યોપમ સુધી તીર્થવ્યવચ્છેદ (જૈનધર્મને લેપ) રહ્યો.
શીતર ૧૦ મા તીર્થકર મનિપુરમાં (વાપુરીમાં) જમ્યા હતા. એમનાં માતા નંદા જ્યારે ગર્ભિણી હતાં, ત્યારે પિતાના સ્વામી રથને ઉષ્ણ તાવ પિતાના શીતલ સ્પર્શથી મટાડ્યો હતે તેથી એમનું નામ શીતલ પડયું. સમેતશિખર ઉપર ૧૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સુવિધિ પછી ૯ કેટિ સાગરેપમે એ નિર્વાણ પામ્યા. એમના અને એમના પૂર્વના તીર્થકરની વચ્ચેના કાળમાં ડું પલ્યોપમ સુધી તીર્થવ્યવછંદ રહ્યો.
એવાં ૧૧ મા તીર્થકર સિંહપુરમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વિષ્ણુ હતું. તેમનાં માતાનું નામ વિષ્ણુગ્રી હતું. જ્યારે