________________
(૨૬૧ ) છે, ભરતખંડની ઉપર વિજય પ્રાપ્ત કરે છે, ત્યારે દેવે આવીને એ ની સેવા કરે છે, સ્તુતિ કરે છે અને મેટી ધામધુમથી ચક્રવર્તીપદને અભિષેક કરે છે. એ દીર્ઘકાળ સુધી પ્રતાપશાળી રાજ્ય કરે છે, પૃથ્વી ઉપર પ્રાપ્ત થતી અનેક સ્ત્રીઓને અને નિધિએને ઉપભોગ કરે . કેટલાક ચક્રવર્તી દીક્ષા લે છે અને તીર્થકર પણ થાય છે (આ અવસર્પિણીમાં ૧૬ મા, ૧૭ મા અને ૧૮ મા તીર્થકર ચક્રવત થયા છે) પ્રાતે નિર્વાણ પામે છે, કેટલાક પિતાના મરણ પછી સ્વર્ગે જાય છે, વળી કેટલાક પિતાનાં પાપકર્મને ફળે નરકે પણ જાય છે.
ચકવર્તીઓની વિશેષતા એમની શકિતમાં, બળમાં અને ભૈતિક જીવનની એમની પરિસ્થિતિમાં નહિ, પણ જે અભૂત (૧૪) રતન અને અમૂલ્ય (૯) નિધિ એમની પાસે હોય છે તેમાં છે.
૧૪ રત્ન તે બે પ્રકારના જીવ હોય છે અને તે ચક્વર્તીની સેવા કરે છે. એમાંનાં સાત એકેન્દ્રિય રત્ન હોય છે અને સાત પંચેન્દ્રિય રત્ન હોય છે,
નીચેનાં ૭ રત્ન એકેન્દ્રિય છે–
૧ ૨ યુદ્ધ સમયે ચકવર્તી આ મણિમય ચક્રને શત્રુ ઉપર ફેકે છે. અવ્યર્થ શકિતએ શત્રુનું શિર ઉડાવી દીધા પછી ફેંકનારના હાથમાં પાછું એ ચક્ર આવીને ઉભું રહે છે કે અમુક કારણથી શત્રુનું શિર સુરત ન ઉડાવી શકે તે, ચકલીની પાછળ બાજ પડે એમ, એની પાછળ પડે છે અને એને નાશ કરે ત્યારે જ વિરમે છે.
૨ : પૃથ્વી ઉપર ને પાતાળ સુધી જઈ શકે છે અને એના સ્પર્શથી દુઃખ દૂર થાય છે. ને કામના સફળ થાય છે. ગુફાના દ્વાર તે ઉઘાડે છે.
૩ : પ્રતિસ્પર્ધ્વને નાશ કરે છે. - ૪ જી એ ચક્રવર્તીના પ્રતાપનું માત્ર ચિન્હ નથી, પણ દષ્ટિમાત્રથી શત્રુને સ્તબ્ધ કરી દે છે. તાપ, વરસાદ, પવનથી એ રક્ષણ કરે છે, ગ્રીષ્મકાળમાં શીત અને શીતળકાળમાં ઉષ્ણ છાયા આપે છે.