________________
(૨૬૦.) દેહનું પૌગલિક આવરણ તજી દે છે અને અન્ત લેકને શિખર પ્રદેશે ચી જાય છે. નિર્વાણ પામેલા તીર્થકરના મૃતદેહને ઇન્દ્ર ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવે છે, તેને અંગરાગવડે વિલેપન કરે છે, દેવે ચન્દનાદિ કાષ્ટની ચિતા ગેલ્વે છે, અગ્નિકુમાર તેમાં અગ્નિ પ્રજવલિત કરે છે, પછી ચિતાને સ્થાને દેવે મણિમય સ્તૂપ રચે છે. - બધા તીર્થકરોનું જીવન છેડે ઘણે અંશે આ રીતે વ્યતીત થાય છે, તેમનાં જીવનચરિત એક જ પ્રકારે આલેખાયાં છે. અનેક જૈનગ્રન્થમાં તે મુખ્ય મુખ્ય વિગતે જ આપેલી છે. સામાન્ય રીતે પ્રત્યેક તીર્થકર માટે આ પ્રમાણેની હકીકત આપેલી હોય છે–પૂર્વભવેને ઈતિહાસ, કયા સ્વર્ગમાંથી ચ્યવને અવતર્યા છે, તેમના માતાપિતાના નામ અને જન્મસ્થાનનું નામ, તેમની જન્મકુંડળી, દીક્ષા લીધી તે અને કેવલજ્ઞાન પામ્યા તે સ્થાનનાં નામ, જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન પામ્યા તે વૃક્ષનું નામ, નિર્વાણ પામ્યા તે સ્થાનનું નામ, તેમનાં ચિહ્ન, શરીરને રંગ અને પરિમાણ, એમના ગણધરની, સાધુની, સાધ્વીની, શ્રાવકની, શ્રાવિકાની સંખ્યા ને એમનાં મુખ્યના નામ, એમની સેવા કરનાર યક્ષ અને યક્ષિણનાં નામ, એમની પહેલાંના તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારથી એમના જન્મસુધીને અથવા નિર્વાણ સુધીને કાળ, અને દરેક સ્થિતિમાં કેટલે કાળ રહ્યા ને કયારે નિર્વાણ પામ્યા તે હકીકત.
૧૨. ચક્રવત. ચક્રવર્તી તે ભારતવર્ષમાં અવતરનારા અને તેના છ ખંડના રાજા હોય છે. તીર્થકરેની પેઠે એમનું જીવન પણ લગભગ એક જ પ્રકારનું હોય છે. પૂર્વભવમાં કરેલાં પુણ્યકર્મને ફળે અથવા નિદાન એટલે પૂર્વભવમાં કરેલા નિયાણુથી જીવ ચક્રવત થાય છે. એ ઈક્વાકુ વિગેરે રાજકુળમાં અવતરે છે, પિતાના પ્રતાપને ને રાજ્યને વિસ્તાર વધારે છે, બધી કળાઓમાં ને જ્ઞાનમાં પ્રવીણ થાય છે. ચક્રવર્તી સુન્દર અને બળવાન વીર અને વિવેકી હોય છે, એનામાં આત્મા અને શરીર સમ્બન્ધ ૩૬ અતિશય હોય છે. બધા શત્રુઓને યુદ્ધમાં પરાજય આપે