________________
વાવે છે, વળી દ્રો મેરૂ પર્વત પર લઈ જઈ તીર્થકરને નવરાવે છે, પ્રભાતે રાજા મેટો મહોત્સવ કરે છે, તેમાં પ્રજાજન ભાગ લે છે; રાજા મોટા દાન દે છે અને કેદીઓને છ દે છે. દેવે અને મનુષ્ય જ નહિ, પણ જીવ માત્ર જિનજન્મથી આનન્દ પામે છે, એટલે સુધી કે નારકી જીવેને પણ એક ક્ષણ સુધી શાતા થાય છે અને તેમના દુઃખ કંઈક ઓછા થાય છે.
પછી રાજકુમાર માટે થાય છે ને તેના પદને શેભે એવી રીતે એનું લાલન પાલન થાય છે. ધવરાવવાને, નવરાવવાને, શીખવવાને, રમાડવાને, તેડવાને એમ પાંચ પ્રકારે ઉછેરવાને માટે પાંચ દાસીઓ રાખવામાં આવે છે. કુમાર જ્યારે ભૂખ્યા થાય છે, ત્યારે ઈન્દ્ર એના અંગુઠામાં મૂકેલું અમૃત ચૂસે છે, સ્તનપાન કરતું નથી. કુમાર જેમ જેમ મેટ થતું જાય છે તેમ તેમ એ સુન્દર ને જ્ઞાની થતો જાય છે, પોતાની અસાધારણ શક્તિનાં પ્રમાણ અદ્દભુત આશ્ચર્યો વડે બાળપણથી જ આપતે જાય છે.
એને બધી કળાઓનું અને જ્ઞાનનું શિક્ષણ આપવામાં આવે છે; કુમાર ધીરેધીરે યુવાન થાય છે અને સારી રીતે બધા વિલાસ ભગવે છે. અત્તે ખુબ ઠાઠમાઠથી સુન્દર રાજકુમારી સાથે લગ્ન કરે છે ને પુત્રને પિતા બને છે. કેટલાક તીર્થકરે પિતાના પિતાના સંસારત્યાગ પછી રાજ્ય પણ કરે છે.
ગમે એટલો ભપકે, ગમે એટલી સત્તા જુવાન રાજકુમારને ભૈતિક વિલાસની નિરર્થકતા અને ભૌતિક ગડમથલની અનર્થકતા વિષે છેતરી શકતી નથી. સંસાર તજવાની એને ધીરેધીરે ઈચ્છા થાય છે. અમુક અસાધારણ પ્રસંગને કારણે (પાર્શ્વનાથને પોતાના પૂર્વતીર્થકરની પ્રતિમા દેખાઈ હતી તે કારણે) એ ઈચ્છા નિણયાત્મક થાય છે. લેકાંતિક દેવે એમની એ ઈચ્છાને દઢ કરે છે અને એમને ભાવી જગતારક માની એમની સ્તુતિ કરે છે. એક વર્ષ સુધી પિતાના ધનભંડારમાંથી મોટાં મોટાં દાન કરે છે. પછી
જ્યારે દીક્ષાનું મહાપર્વ આવે છે ત્યારે શક અને બીજા દેવે એ મહત્સવને અનુકૂળ એમને શણગારે છે અને સુન્દર શિબિકામાં