________________
(૨૫૫ ) બેસાડીને લેકના મહાન વચ્ચે એમને વનમાં લઈ જાય છે. અહીં એ પોતાના સે આભૂષણ ઉતારી દે છે અને પંચમૃષ્ટિ લોચ કરે છે એટલે કે પાંચ મુઠીથી પોતાના કેશ ઉતારી કાઢે છે. ઈન્દ્ર એ કેશ એક પાત્રમાં એકઠા કરી લે છે અને તેને ક્ષીરસમુદ્રમાં પધરાવે છે.
સમ્યફ ચારિત્રને હેતુએ તીર્થકર હવે પિતાના શરીરની અવગણના કરે છે, પોતાના દિવસે ધ્યાનમાં ગાળે છે; ઉપવાસ કરે છે અને બીજે તપ આચરે છે. કયાંય લાંબા સમય ઠરીને રહેતા નથી, સ્થાનસ્થાનાન્તરે પરિક્રમણ—વિહાર કર્યા કરે છે. એમના જીવનની વિશુદ્ધિ ૨૧ પ્રકારે પ્રમાણિત થાય છેઃ જેમ તાંબાના વાસણ (કે કમળપત્ર) ઉપર જળ રહેતું નથી, જેમ છીપલીને મેશ ચેટતી નથી તેમ તીર્થકરને અશુભકર્મ ચેટતાં નથી; જીવની પેઠે એમની ગતિ અખ્ખલિત હોય છે; આકાશની પેઠે નિરાશ્રય હોય છે. વાયુની પેઠે એ અપ્રતિબદ્ધ હોય છે; "શરદ્ ત્રાતુના જળની (કે ચન્દ્રની) પેઠે એમનું હૃદય સ્વચ્છ હોય છે; કમળપત્રની પેઠે કશાથી એ મલિન થતા નથી; કાચબો જેમ પિતાના અંગેને, તેમ એ પિતાની ઇન્દ્રિયોને ગેપવી રાખે છે
ડાના શીંગડાની પેઠે એ એકલા વિચરે છે; “પક્ષીની પેઠે મુક્ત હોય છે, ૧°ભારુ પક્ષીની પેઠે પ્રમાદરહિત હોય છે, હાથીની જેવા પરાક્રમી હોય છે; 'વૃષભના જેવા પ્રચંડ હોય છે, ૧૩સિંહના જેવા અપરાજિત હોય છે; ૧૪મન્દર પર્વતના જેવા અવિચળ હોય છે, ઉપસમુદ્રના જેવા ગંભીર હોય છે, ચન્દ્રના જેવા સમ્ય-શાન્ત હોય છે, સૂર્યના જેવા પ્રચણ્ડ તેજવાળા હોય છે; સુવર્ણ જેવા શુદ્ધ હોય છે; પૃથ્વીના જેવા સહિષ્ણુ હોય છે, અને અગ્નિની પેઠે પ્રકાશ આપનારા હોય છે.'
જગત્ અને એના સુખ પ્રત્યે ઉદાસીન રહીને પિતાનાં સર્વ કર્મમાંથી મુક્ત થવાને ત્યારપછી તીર્થંકર પ્રયાસ કરે છે; તેમને જન્મથી ત્રણ પ્રકારનાં જ્ઞાન તે મળેલાં હોય છે જ, પણ હવે ચેથું જ્ઞાન–મન:પર્યાય જ્ઞાન-બીજાના વિચારે જાણી લેવાનું જ્ઞાનપ્રાપ્ત કરે છે. અન્ત કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ને ત્યારે એ કેવલી