________________
(143)
૨ સફેદ વૃષભ, ૩ સફેદ સિંહ, ૪ હિમવાન્ ઉપરનાં પદ્મ ઉપર વિરાજતી સુન્દર શ્રીદેવી, ૫ સુગન્ધિત પુષ્પાની એક (એ) માળા, ૬ શ્વેત પ્રકાશવાળા ચન્દ્ર, ૭ રક્ત પ્રકાશવાળા સૂ, ૮ મયૂરપિચ્છથી શેાલતા, સુવણુંદણ્ડવાળા ધ્વજ ( એ મત્સ્ય ), ૯ શુદ્ધજળે ભર્યો એક (એ) સુવર્ણ કળશ, ૧૦ હું સે, મત્સ્ય અને બીજા જળચરે સુશાભિત પદ્મ સરોવર, ૧૧ શુભર્યા તરંગાવાળા સમુદ્ર, ( ૧૨ મણિરત્નમય આસન, ) ૧૨ (૧૩) ગન્ધ વાદ્ય વગાડે છે જેના ઉપર એવુ' વિમાન, ( ૧૪ અસુર ભવન, ) ૧૩ ( ૧૫ ) મેરૂપ ત જેટલા ઉંચા રત્નરાશિ, ૧૪ (૧૬) શ્વેત શિખાવાળા અગ્નિ.
રાણીએ સ્વપ્નમાં જે જોયુ હાય છે તે તુરત જ પેાતાના સ્વામીને કહે છે. સ્વામી સ્વપ્નનું માહાત્મ્ય તુરત સમજી જાય છે. શુભ સ્વપ્નાનુ ફળ બીજા સ્વપ્નાથી નાશ ન પામે એટલા માટે રાણી બાકીની રાત્રિ ધમ સંબંધી વિચારણામાં જાગતી રહે છે. બીજે દિવસે સવારમાં ખેલાવેલા સ્વપ્નાંઠા ૩૦ મહા સ્વપ્નામાંથી કયા સ્વપ્ના આવે તે તીર્થંકરના જન્મ થાય એ વિષે વિવેચન કરે છે અને તી કરપદ પ્રાપ્ત કરનાર પુત્રને જન્મ રાણીને પેટે થશે એવી ભવિષ્યવાણી ભાખે છે.
રાણીના ગર્ભકાળમાં કશા અકસ્માત્ નડતા નથી, માતાના ગર્ભમાં પશુ તી કર આનદ કરે છે, એ કાળમાં જે પ્રસંગા અને છે ( ગર્ભિણીને જે દાદ થાય છે) તે ઉપરથી નવા જન્મનાર ખાળકનું નામ પાડવાનું વડીલેાને સૂચિત થાય છે.
૯ માસ પૂરા થયા પછી કંઈક સમયે શુભ ગ્રહનક્ષત્રમાં રાજકુમાર અવતરે છે. એ પ્રસ ંગે સમસ્ત વિશ્વમાં પ્રકાશ થાય છે. દેવા પેાતાને આસનેથી ખસી પડે છે ને એ બાળકની પૂજાભક્તિ કરવાને દોડી આવે છે. પ્રથમ દિશાકુમારિકાઓ ( દેવીઓ ) આવે છે. તે એના ગુણુ કીર્તન કરે છે, વાયુ સુગન્ધિત કરી મૂકે છે અને અનેક રીતે બાળકની પૂજા કરે છે; કેટલીક માતાને અને પુત્રને શય્યામાં સુવાડે છે, ખીજી નાળ વધેરે છે, અને મણિમય ખાડામાં પધરાવે છે, તેના ઉપર માટી નાખી પુષ્પ