________________
( રેયર) જીવનના ( ગર્ભ, જન્મ, દક્ષા, રાનપ્રાપ્તિ અને નિર્વાણ ) પાંચ મહાપ્રસગેએ ઈન અને કે એમની પૂજા કરે છે. ' છવ જ્યારે પિતાનાં સકમથી તીર્થકર થવાને ગ્ય થાય છે અને તીર્થકર નામકર્મ (પૃ. ૧૬૬) બાંધે છે ત્યારે તીર્થકર પદને પ્રાપ્ત કરે છે. તીર્થકર નામકર્મ બંધાવાને માટે મુખ્યત્વે કરીને નીચેનાં કર્તવ્યો જોઈએ છે. “જ્ઞાનની પરિપૂર્ણતા, ભવ્યતાપ્રાપ્તિ, વ્રતનું સંપૂર્ણ પરિપાલન, સંસારદુઃખને નાશ, યથાશક્તિ દાન, તપ, સંઘની અને સાધુઓની સેવા; અહંત, ગુરૂ, જ્ઞાની અને ધર્મ પ્રત્યે સ્નેહ, આવશ્યકનું પાલન, ધર્મમાર્ગ પ્રત્યે માનવૃત્તિ તેમજ સત્યધર્મના જ્ઞાતાઓ પ્રત્યે પૂજ્યભાવ.” ૪૧
પ્રત્યેક તીર્થકર જગત્મકાશક થાય તે પૂર્વે એમણે વિવિધ નિમાં અનેક ભવ લેવા પડે, અને ત્યારપછી છેવટે એ પદ પ્રાપ્ત કરે. આ વિવિધ પૂર્વભવના ઈતિહાસ વર્ણવવામાં જૈન ગ્રન્થાએ ખૂબ રસ લીધે છે. જીવ જ્યારે તીર્થંકર પદ પ્રાપ્ત કરવાને હેય ત્યારે તે પૂર્વે દેવલોકમાં અવતરે, ત્યાં બહુ લાંબા કાળ સુધી સ્વર્ગીય વિલાસ ભેગવે, પછી પૃથ્વી ઉપર સુવર્ણમય મોતી જડ્યા મહેલમાં રાણીને પેટે અવતરે.
બધા તીર્થકર જગતમાં રાજવંશમાં અવતરે છે. આ સર્ષિણના ૨ તીર્થકર (૨૦ મા ને ૨૨ મા) હરિવંશમાં અવતર્યા હતા, બીજા બધા ઈક્ષવાકુવંશમાં અવતર્યા હતા.
તીર્થકરના જન્મ પૂર્વે માતા ૧૪ (૧૬) સ્વપ્ન જુએ છે. એ સ્વપ્ન આ પ્રમાણે છે. ૧ મેઘ જેવી ગર્જના કરનારે સફેદ હાથી,
* પા અને મહાવીર એ બે સૌથી પ્રખ્યાત તીર્થકરના પૂર્વભવતે ઇતિહાસ યથાયોગ્ય સ્થાને આપીશું. બીજા તીર્થકરેના ઇતિહાસ પણ તેજ પ્રયા ના છે.
જ શ્વેતામ્બરા ૧૪ સ્વપ્ન માને છે, દિગમ્બર ૧૬ માને છે. આ વર્ણનમાં દિગમ્બરને મત જોતામ્બરથી જ્યાં જુદો પડે છે, ત્યાં કૌસમાં બતાવેલો છે.