________________
(
૮ )
વિશ્વને આકાર અનેક સ્પમાઓ વડે સમજાવવામાં આવે છે. પ્રથમ તે જાણે અર્ધા મૃદંગ ઉપર બીજું આખું મૃદંગ ગેઠવ્યું હોય એ એને આકાર કહ્યો છે, પણ એ મૃદંગને ગેળ નહિ, પણ ચોરસ ક૫વું. વળી એક બીજા ઉપર ગોઠવેલા કવચ કે વણકરના કાંઠલા સાથે પણ એને સરખાવ્યું છે. પણ વિશ્વના આકારની સફળ સરખામણી તે સુરેખ બાંધાના, બધા અવયવ સીધા રાખીને પગ પહોળા કરીને કડે હાથ દઈને ઉભેલા પુરૂષના આકાર સાથે કરી છે. તેના સાથી નીચેના ભાગમાં અધોલક, કટિદેશમાં મધ્યક અને ઉપરના ભાગમાં ઉદ્ગલોક આવેલા કપ્યા છે.
- વિશ્વ લેક સમસ્ત વિશ્વ જીવલેકથી ભરેલું છે; વાળપૂર પણ જગ્યા એના વિનાની ખાલી નથી. વિવિધ પ્રકારના ને વિવિધ વર્ગના જીવ સરખા પ્રમાણમાં સર્વત્ર આવેલા નથી, પણ અમુક પ્રકારે વહેંચાયેલા છે.
પ્રથમ તે નિર એટલે કે અત્યન્ત સૂક્ષમ, આપણી ઈન્દ્રિએને અગોચર અને જેને માત્ર શરીર જ છે એવા સ્થાવર છે છે. નિગદના બે વર્ગ છેઃ ૧ નિત્ય નિગોદ, એટલે કે એમાંના જીવે આ નીચતમ વર્ગમાંથી કદી બહાર નીકળવાના નથી; અને ૨ રૂતર નિગોદ, એટલે કે એમાંના છ ઉંચા વર્ગમાં જઈ શકે, પણ તેમનાં કર્મથી પાછા આ વર્ગમાં આવી પણ પડે.૨૯
ત્રસ જીવ વિશ્વના અમુક ભાગમાં એટલે કે ત્રસનામાં રહેલા છે. આ ત્રસના વિશ્વની આરપાર ઉપરથી નીચે સુધી આવેલી છે. તે ૧૪ રજજુ ઉંચી, ૧ રજજુ પહેળી ને ૧ રજજુ લાંબી છે.
રસનામાં જે જીવ આવેલા છે તેના નીચે પ્રમાણે વર્ગ છે.
સ્થાવર જીવ અને તિર્યંચ સર્વત્ર હેય છે; મનુષ્ય માત્ર મધ્યકમાં વસે છે અને તેમાં પણ માત્ર ૨ દ્વીપમાં જ વસે છે. નારકી જી અધેલકમાં આવેલા (૭) નરકમાં વસે છે; દેવે ઉર્ધ્વલોકમાં, મધ્યકમાં અને અધેલેકના ઉપરના ભાગમાં વસે છે.