________________
( ૨૨૭ )
પ્રમાણુનું માપ રત્નુંથી કરવામાં આવે છે; જે દેવ એક પલકમાં ૨૦૫૭૧૫૨ ચેાજન કાપે છે એ રીતે એકેસપાટે ૬ માસમાં એ જેટલું જાય અને રન્તુ કહે છે, એમ કાલબ્રૂક જણાવે છે.
દિગમ્બર મતે વિશ્વ ૧૪ રન્નુ ઉંચું છે અને ઉત્તર-દક્ષિણ છ રજા પહેાળું છે, પૂર્વ-પશ્ચિમની પહેાળાઇ લેતાં વિશ્વ સાથી નીચેને સ્થાને ૭ રજ્જુ પહેાળું છે, પછી ધીરે ધીરે એ સાંકડુ થતુ જાય છે અને છ રજ્જુઉંચે જતાં, એટલે કે મધ્યભાગે, માત્ર એક રજ્જુ પહેાળુ રહે છે. અહીંથી પાછુ ધીરે ધીરે એ પહેાળું થતુ જાય છે, અને બાકીના અર્ધા ભાગના મધ્યમાં એટલે કે ( બ્રહ્મલાકને અંતભાગે ) પાંચ રજ્જુ થાય છે; વળી અહીંથી પાછુ ધીરે ધીરે એ સાંકડું થતુ જાય છે અને શિખરભાગે પાછું ૧ રજા રહે છે. એની ઉપર, વિશ્વશિખરના ઉપરના ભાગમાં મુકતલેાકનુ ધામ-સિદ્ધશિલા છે તે ૪૫ લાખ ચેાજન લાંખી પહેાળી (ગાળ) અને મધ્યમાં ૮ ચેાજન જાડી છે. વિશ્વનું એકંદર ઘનફળ ૩૪૩ ઘનરા છે.
શ્વેતામ્બરના મત દ્વિગમ્બરના મતથી કઇક ભિન્ન છે. એમને મતે ઉત્તર–દક્ષિણની પહેાળાઇ ઉપરથી નીચે સુધી એક સરખી નથી અને પૂર્વ-પશ્ચિમ પહેાળાઇ ધીરેધીરે વધતી ઘટતી નથી, પણ અને પ્રકારની પહેાળાઇ પગથીએ પગથીએ વધે છે ને ઘટે છે. એમને હિસાબે પણ વિશ્વનું એક ંદર ઘનફળ ૩૪૩ રજજુ છે.
વિશ્વના નીચેના અ ભાગમાં અધેલાક છે અને તેમાં નરક આવેલાં છે; વચ્ચે મધ્યલેાક છે અને તેમાં મનુષ્યા ને તિર્યંચા વસે છે; તેની ઉપર ઉલાક છે અને તેમાં એક ઉપર ખીન્ને એમ દેવલાકના માળ ઉપર માળ આવેલા છે અને અન્તે શિખર ઉપર સિદ્ધલેાકનું ધામ છે.
અધેલાકમાં સાતે પૃથ્વીની આજુબાજુ ત્રણ પ્રકારનાં આવરણ આવી રહેલાં છે તેમાં એક સ્થૂલ જળનું, ખીજું સ્થૂલ વાયુનું અને ત્રીજી સૂક્ષ્મ વાયુનુ છે. એની પેલી પાર અશ્વો એટલે કે કેવળ આકાશ છે.