________________
આપણે જોઈ શકીએ છીએ કે જગદીશ્વરના મત વિરૂદ્ધ જૈનો અતિ તીક્ષ્ણ આયુધથી યુદ્ધ ચલાવે છે, ઈશ્વરમુકત નિરીશ્વર જગતની ભૂમિકા ઉપર જ એ સર્વાશે ઉભા રહે છે. આ એમના મતને કારણે બેશક તેઓને નિરીશ્વરવાદી કહી શકાય. પણ પશ્ચિમમાં જેને સામાન્ય રીતે આપણે નિરીશ્વરવાદી કહીએ છીએ, તે પ્રકારના નિરીશ્વરવાદી જૈનોને ન કહી શકાય. ભારતની તુલનાએ યુરોપમાં ધર્મમતેની વિવિધતા બહુ ઓછી છે, ને તેથી પરિણામ એ આવ્યું છે કે દરેક ધર્મમાં ઈશ્વરને સ્વીકાર એ આવશ્યક લક્ષણ છે, ને તેથી દરેક પ્રકારના નિરીશ્વરવાદીને ધર્મહીન મનુષ્ય માની લેવામાં આવે છે, એટલે નિરીશ્વરતા અને ધર્મહીનતા એ બે ભાવ ઘણા લોકને હિસાબે પર્યાય ભાવ છે. ભારતવર્ષમાં એથી જુદા જ પ્રકારની વસ્તુસ્થિતિ છે. એક અથવા અનેક જગદીશ્વરને માનવા જ જોઈએ એ કઈ ધર્મનું આવશ્યક લક્ષણ કદી મનાયું જ નથી. પુણ્ય પાપના, તેના ફળના, પુનર્જન્મના અને મેક્ષના ધાર્મિક સિદ્ધાન્ત માનતા હોય, ધામિક આચાર આચરતા હેય, કિયા કાઠુ કરતા હોય અને એવી રીતે ધર્મનાં સર્વ લક્ષણ સંઘરતા હાય, છતાં પણ ઈશ્વરના અસ્તિત્વને અસ્વીકાર કરતા હોય એવા તે અનેક સમ્પ્રદાય ભારતવર્ષમાં પ્રાચીન કાળથી પ્રવર્તતા આપણે જોઈએ છીએ, બદ્ધધમીને તેમજ હિન્દુ ધર્મના મીમાંસા અને સાંખ્ય દર્શનને પણ આ રીતે નિરીશ્વરવાદી કહી શકાય. તેવી જ રીતે જૈન મત પણ ધાર્મિક પ્રદેશને નિરીશ્વરવાદ છે.
એ સમ્પ્રદાય ઈશ્વરમુક્ત હોવા છતાં નિત્યશુદ્ધ પારલૌકિક છેવેની (સિદ્ધોની) પૂજા એ ધમમાં થાય છે. એ આપણે ક્રિયાકાંડના અધ્યાયમાં જે શું; ત્યારે આપણે એ પણ જેલું કે સૃષ્ટિને સૃજનાર અને પાળનાર ઈશ્વરને અસ્વીકાર કરતાં છતાં જેનો પિતાને નિરીશ્વરવાદી કહેતા નથી અને એ વાત તેમને હિસાબે સાચી પણ છે.
વિશ્વને આકાર અને તેનું પ્રમાણ, વિશ્વને આકાર નિશ્ચિત અને અપરિવર્તનીય છે, એનું પ્રમાણ માનવ શરીરને મળતું પણ અતિશય વિશાળ છે. એના