________________
(૨૫) એકમેકથી વિરૂદ્ધ છે. ત્યારે એમાંથી સારો કર્યો ને જૂઠો કર્યો? આને નિર્ણય ઘણું મહત્વનું છે. જે ઈશ્વર સર્વને અષ્ટા હોય તે તે એણે બધા ધર્મગ્રન્થ પણ રચ્યા હોવા જોઈએ, કારણ કે જે એણે બધું રચ્યું ન હોય તે એની રચના સિવાયની પણ કેટલીક વસ્તુઓ હોવી જોઈએ, પણ જે બધું એણે જ રચ્યું હોય તે જૂઠા ધર્મગ્રન્થ પણ એણે જ રચ્યા હોવા જોઈએ, પણ જે સાચે તેમજ જૂઠે માર્ગ બતાવે તેને સર્વશ્રેષ્ઠ પ્રમાણરૂપ અને સર્વજ્ઞાનના મૂળરૂપ મહાગુરૂ કેમ માની શકાય?
બાહ્ય જગતમાં નિયમ અને વ્યવસ્થા તથા આન્તર જગતમાં નીતિ પ્રવર્તે છે, એટલા ઉપરથી સર્વ ઘટનાને ઘડનાર અને પુણ્યપાપનાં ફળ આપનાર કેઈ સર્વશ્રેષ્ઠ ઈશ્વર છે એમ માનવાનું કંઈ કારણ નથી. એ રીતે તે પ્રકૃતિ જગના અને જીવજગના કારણરૂપ અનેક ઈશ્વર પણ માની શકાય. અનેક ઈશ્વર એકસાથે સાચે રસ્તે કાર્ય કરી શકે નહિ, એ વાંધે ચાલી શકે નહિ; કારણકે આપણે જોઈએ છીએ કે અનેક કીઓ એકસાથે મળીને અમુક ચેજનાએ બરાબર વ્યવસ્થા પૂર્વક કામ કરી શકે છે, તે મનુષ્ય કરતાં પણ વધારે વિકાસ પામેલા દે એવી રીતે કેમ ન કરી શકે ?
જગતની વ્યવસ્થા ચલાવવાને માટે એક કે અનેક નિત્ય ઈશ્વરના અસ્તિત્વની જરૂર જ કઈ રીતે નથી. જીવના વિવિધ પ્રકાર, તેમની વિવિધ અવસ્થા અને સમસ્ત વિશ્વમાં પ્રવર્તતી સુવ્યવસ્થા સમજવાને કર્મને અવિચળ નિયમ જ પૂરતું છે. કર્મફળના નિત્ય નિયમને તે ઇશ્વરવાદીઓ પણ સ્વીકારે છે અને કહે છે કે ઈશ્વર એ નિયમને અનુકૂળ જ કાર્ય કરે છે. જે ઈશ્વર પિતે પણ એ નિત્ય નિયમને ફેરવી શકતા નથી અને જયારે એ નિયમ નિર્વિદને પ્રવર્તે છે, ત્યારે તે ઈશ્વરના અસ્તિત્વ વિના પણ સૌ સારી રીતે ચાલી શકે છે એમ માનવું પડે. અને જ્યારે એવું જ છે, ત્યારે ઈશ્વરના અસ્તિત્વને વચ્ચે લાવવાની જરૂર જ શી ? ૨૯