________________
( ર ) વળી અહીં ન પ્રશ્ન થાય છે કે સંપૂર્ણ, સકળસદ્ગુણસંપન્ન ઇશ્વર આ અનેક રીતે અપૂર્ણ જગતના રૂપમાં પરિણમી શકે જ શી રીતે ? ચેતનરૂપ ઇશ્વર અચેતન પ્રકૃતિ બની જ શકે શી રીતે? એ વાત સંપૂર્ણ રીતે અગમ્ય રહેવાની.
ઈશ્વર અદ્વૈત એક છે અને બધી અનેકતા તે માત્ર માયા છે એ જે શાંકરમત, તે પણ ટકી શકે એવું નથી. માયાવાદ વિધભાવથી ભરેલું છે. એનાં કાર્યોથી આપણે સ્વીકારવું જોઈએ કે માયા છે જ, એમ કહે તે ઈશ્વરથી સ્વતંત્ર અને બીજે એ કઈ સત્ પદાર્થ ઠર્યો, ત્યારે તે ઇશ્વર એકમાત્ર અદ્વૈત સત્ પદાર્થ રહ્યો નહીં. પણ શંકરના અનુયાયીઓ કહે છે તેમ માયાને અસત્ પદાર્થ માને તે તે કશું કાર્ય કરી શકે નહિ. અસત્ તે માત્ર આકાશકુસુમ કે એવી અસત્ વસ્તુઓ જ નીપજાવી શકે. માયા અસત્ હોવા છતાં યે કંઈક નીપજાવી શકે એમ કહો તે એ વાત વધ્યા નારીને માતા કહેવા જેવી ઠરે છે. ઇશ્વર અને માયાનો એકમેક સાથે સંબંધ બીજી કઈ રીતે ચેજી શકાય? માયા તે ઈશ્વરને અંશ છે કે એનાથી ભિન્ન છે? અને તેની સાથે જોડાઈને જગત રચે છે? માયા જે ઈશ્વરને અંશ છે એમ કહે તે અજ્ઞાન, અશુદ્ધિ વગેરે માયાના બધા ગુણે ઈશ્વરમાં આપવા પડે. પણ જે માયા ઈશ્વરથી ભિન્ન છે. અને તેની સાથે જોડાય છે એમ કહે તે એમ જોડાવાને આધાર અને કારણ કયું? ઇશ્વરની ઈચ્છાએ કે એની ઈચ્છા વિરૂદ્ધ એમ બન્યું? જે ઈશ્વરની ઈચ્છાએ એમ બન્યું કહે તે ઈશ્વરે અંધ મેહની સત્તાથી એમ કર્યું ઠરે અને તેથી વિશુદ્ધ અને મેહમુકત ન રહ્યો. પણ ઈશ્વરની ઈચ્છા વિરૂદ્ધ એમ બન્યું એમ કહે તે એ સર્વશકિતમાન રહ્યો નહીં. એ વાદને ગમે એમ ફેરવે, પણ તેને ખુલાસે સન્તોષજનક મળવાને જ નહિ, તેને વિરોધ તુટવાનો નહિ.
બધા સમ્પ્રદાયવાળા ઈશ્વરવાદીઓ પોતાના મન્તવ્યને આધાર પિતાના ધર્મગ્રન્થ ઉપર રાખે છે અને એ ધર્મગ્રન્થ ઈશ્વર તરફથી મળ્યા છે એમ કહે છે. પણ આ ધર્મગ્રન્થ ઘણું વિષયોમાં