________________
(ર૧ ) પામી જાય. જે સત્ અને અસત્ એ વિરૂદ્ધ ભાવ હોય તે તે એકમાંથી બીજું ઉદ્દભવે નહિ; જે વિરૂદ્ધ ન હોય તે પુણ્ય અને પાપ, સત્ય અને અસત્ય પણ સંભવે નહિ; ત્યારે તે બધાં તત્ત્વજ્ઞાન પણ મિથ્યા છે એમ કરે અને આપણે વિવાદ પણ પતી જાય.
જે એમ કહો કે પ્રકૃતિ અને જીવ નિત્ય ત છે અને એમનામાં અમુક ગુણ સ્વભાવથી જ છે, ઇશ્વરની સર્જનકિયા તે માત્ર એટલી જ કે જગતની વ્યવસ્થામાં પોતાનામાંથી પ્રકટ થએલી પ્રકૃતિ અને જીવને નિયમમાં રાખવા અને તેના ઉપર દેખરેખ રાખવી; એના ઉત્તરમાં તે એમ કહી શકાય કે જગતને ચાલવામાં ઈશ્વરની સહાયતાની જરૂર શી ? પ્રકૃતિમાં અને જીવમાં જે અંતહિત શક્તિ રહેલી છે, તેથી સમસ્ત જગતું ચાલ્યું જાય છે.
એ વાદ ઉઠાવવામાં આવે કે જીવ કેવળ પરાધીન છે અને તેથી પિતાનાં કાર્ય કરવાને ઈશ્વરની સહાયતાની એને અપેક્ષા છે; ત્યારે એમ પણ પ્રશ્ન થાય કે ઈશ્વરને છેવટને સ્વાધીન કાર્યકર્તા શી રીતે માની શકાય. એજ ન્યાયે કહી શકાય કે એને પણ પિતાનાં કાર્ય કરવાને કઈ એની પાછળ અને ઉપર રહેલા ઉચ્ચ પ્રભુની સહાયતાની અપેક્ષા છે, અને એવી દલીલ અનવસ્થા સુધી પહોંચે.
એમ માનીએ કે જગતમાં ઈશ્વર જ એકમાત્ર સ્વતંત્ર કર્તા છે, તે એમ પણ માનવું પડે કે જગતમાં જે બધાં અશુભ નિસંશય છે જ, તેને કર્તા પણ તે જ છે અને જો એમ જ હોય તે ઈશ્વર શુભ નથી. ઈશ્વર જે પિતે શુભ હેય અને છતાં ચે જે અશુભને પ્રવર્તાવા દેતે હોય તો એ સર્વશક્તિમાન નથી. પણ કહે કે ઈશ્વરે જીવ સરજ્યા છે તે એ પ્રશ્ન ઉભે થાય છે કે પાપ કર્યા પછી જીવને ઈશ્વર સજા કરે છે, ત્યારે જીવને એણે શુભ જ કેમ ન સરળે ? પણ વળી કહે કે ઈશ્વર તે જીવને જગમાં માત્ર પ્રકટાવે છે, એના ઉપર રાજ્ય કરે છે ને જીવ શુભ કે અશુભ કર્મ કરે છે તે ઉપર નજર રાખે છે,