________________
(૨૦) કાર્યને પણ કારણ હેવું જોઈએ. જગતને ભૌતિક કાર્યની સાથે સરખાવવાના પ્રમાણમાં એમ કહેવામાં આવે કે દરેક કાર્યની પેઠે એમાં વિકાર થાય છે. જે આ પ્રમાણને સ્વીકારીએ તે તે ઈશ્વર પણ કાર્ય કરે. કારણકે સર્જન, સંહાર આદિ એણે કરેલાં કાર્યોથી એનામાં પણ અમુક વિકાર સંભવે. ત્યારે તો પાછું ઈશ્વરનું પણ કારણ શોધવું પડે, ને ત્યારે અનવસ્થા દેષ આવે.
જગતને માટે કારણ હોવું જોઈએ એમ સ્વીકારીએ, તે પણ એ કારણ કેઈ સજ્ઞાન હોવું જોઈએ એમ માનવાને કાંઈ કારણ નથી. છતાં ચે એમ માનીએ અને તેના પ્રમાણમાં કુંભાર અને કુંભનું દષ્ટાન્ત રજુ કરીએ, તે પણ તેને માટે સંપૂર્ણ તત્ત્વની કંઈ જરૂર નથી; કારણકે જગમાં કાર્યને કર્તા કયાંય સર્વ રીતે સંપૂર્ણ હેતો નથી. વળી એ પણ સ્વીકારવું પડે કે ઈશ્વરને શરીર હોવું જોઈએ, કારણ કે વસ્તુના રચનારને, તેની યોજનાને અને ઈચ્છાને કાર્યરૂપમાં મૂકવા માટે ને ભૌતિક સ્વરૂપમાં આણવા માટે, તેના આત્માને અને ઈચ્છાને ધારણ કરનારૂં શરીર હોવું જોઈએ; તે વિના વસ્તુ બની કદી કેઈએ જગમાં જાણું નથી. ત્યારે જગતને કર્તા છે એમ સ્વીકારીએ એટલે એ કર્તાએ અમુક પ્રકારનું પ્રાકૃતિક શરીર છે એમ માનવું પડે. પણ જે પ્રકૃતિનું બનેલું છે, તે વિકારી હોય છે અને તેથી અશાન્ત હોય છે, ત્યારે તે ઇશ્વર અવિકારી યે ન ઠર્યો. ને શાન્ત પણ ન ઠર્યો. જે એમ કહે કે ઈશ્વરે શરીરની સહાયતા વિના, માત્ર પોતાની સત્તાથી જ અમુક પ્રકારે જગત રચ્યું છે, તે તે જગમાંથી કોઇ દષ્ટાન્ત લઈને એ વાત તમે સિદ્ધ કરી શકશે નહિ, કારણકે કુંભારે શરીરની અને ઈદ્રિયની સહાયતા વિના કુંભને ઘડ્યો છે એવું આજ સુધી જગમાં કેઈએ જાણ્યું નથી.
બીજે પણ એક પ્રશ્ન છે. ઈશ્વરે જગત્ શેમાંથી રમ્યું ? જે શુન્યમાંથી રસ્યું કહે તો તે નાસ્તિ મૂર્ત કુત: શાલા એ ન્યાયની જેવું બેલે છે. જે જગત્ શૂન્યમાંથી પોતાની મેળે એકાએક રચાયું ને શૂન્યમાં લય પામી જવાનું છે, એમ કહો તે ઈશ્વર પિતે પણ તેવી જ રીતે શૂન્યમાંથી રચાય ને પછી વળી શન્યમાં લય