________________
* ( રરર ) ત્યારે તે એ સર્વજ્ઞ ને ઠ, કારણ કે એ સર્વજ્ઞ હેત તે એણે પહેલેથી જાણી લીધું હોત.
જે (મધ્ય અને બીજા પ્રારબ્ધવાદીઓના મત પ્રમાણે) એમ માનીએ કે ઈશ્વર સર્વ કર્તા છે, પણ પિતાનાં કાર્યનાં ફળ ભગવતે નથી અને જે એની ઈચ્છાને આધીન રહી એનાં કાર્ય કરે છે તેને શુભ અથવા અશુભ ફળ આપે છે, ત્યારે એના વિરૂદ્ધમાં તે એમ કહી શકાય કે કર્મ કરે છે ઈશ્વર, પણ તેનાં ફળ ભેગવાવે છે પિતાને આધીન અને પિતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરનાર બીજા જીવ પાસે. જેણે માત્ર વચ્ચે સાધનરૂપ કાર્ય કર્યું એવા બીજા જીવને પોતાની ઈચ્છા પ્રમાણે કરેલા કાર્યને માટે નરકમાં નાખવા અને ત્યાં ભયંકર દુખ વેઠાવવાં, એ ન્યાયી અને શુભ પ્રભુને જરાય ઘટતું નથી.
જે ઈશ્વરે જગત રચ્યું હોય તે પ્રશ્ન થાય છે કે કયે હેતુએ રચ્યું? જો એમ કહે કે પિતાના સન્તોષને કારણે રચ્યું તે એમ ઠરે કે જગતની રચના પૂર્વે એ અસંતુષ્ટ હતું અને તેથી એને સુખી અને સંપૂર્ણ કહી શકાય નહિ. જે એમ કહે કે એને ઈચ્છા થઈ આવી ને તેથી જગત રચ્યું, તે એમાં અવિચળ નિયમ ક્યાંથી પ્રવત્યે એ સમજી શકાય એવું નથી. જે એમ કહે કે પૂર્વ જગતમાં કરેલાં પુણ્ય પાપનાં ફળ જીવને આપવા માટે એને જગત્ રચવું પડ્યું, તે તે એમ કહેવું પડે કે એ સર્વશક્તિમાન નથી. જે એમ કહે કે સ્નેહે પ્રેરાઈને અર્થાત્ નિત્ય અમુક્ત જીવો ઉપર દયા કરીને તેમને મોક્ષ મળે એટલા માટે રચ્યું, તે એ સમજી શકાતું નથી કે આટલા થડા જ જીવ કેમ મેક્ષ પામે છે અને ઈશ્વરે સંસારનું આ સમસ્ત દુઃખ જ શા માટે ખડું કર્યું? કારણકે એ પિતાની સર્વશક્તિમત્તાથી પિતાને ધારેલું હતુ કેઈ બીજી રીતે પણ પાર પાળે તે શક્ત. વળી જે એમ કહે કે અમુક પિતાના કૃપાપાત્ર જીવને સુખ આપવાને અને ઘણુપાત્ર જીવને દુઃખ આપવાને રચ્યું, તે એમ ઠરે કે તે પક્ષપાતી છે ને એનામાં ન્યાયબુદ્ધિ નથી. જે એમ કહે કે સર્જન, પાલન અને નાશન એ તે ઈશ્વરની માત્ર ક્રીડા