________________
( ૧૦૦)
૪ અતિથિવિમા પ્રત: અતિથિઓને એટલે ખાસ કરીને સાધુએને, જેની તેમને આવશ્યકતા હોય અને જે તેમને આપવામાં ધર્મ હોય, તેનું દાન આપવું.
આ ઉપરાંત બીજે પણ એક નિયમ અનેક ધર્મપ્રિય લેક લે છે. ઉપવાસ કરીને મૃત્યુ પામવા માટે સર્વ પ્રકારના આહારને ત્યાગ વેચ્છાએ તેઓ કરે છે. જેમને અન્ત પાસે આવેલ હોય છે એવા વૃધ્ધ શ્રાવકે ઘણું કરીને આ નિયમ લે છે, વળી પરલોકમાં કલ્યાણ પામવાની ઈચ્છાએ આ પ્રકારને સર્વોત્કૃષ્ટ ત્યાગ, શરીરે અતિ સ્વસ્થ એવા લેક પણ આચરે છે. આ સંલેષણ કહેવાય છે.
આધ્યાત્મિક ઉન્નતિને માટે આટલાં વ્રતથી યે ગૃહસ્થને સન્તોષ નથી થતું, પણ વળી સાધુ જીવનની સમીપ લઈ જનારી નીચેની ૧૧ તિમાં પાળે છે.
૧ રન તીર્થકર, ગુરૂ અને જૈન ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા. ૨ વ્રત ૧૨ વ્રતનું બરાબર પાલન. ૩ સામે પ્રતિદિન ત્રિકાળ ધ્યાન.
૪ વષોષવાલ: અમાસે અને પૂનમે અને ચાન્દ્રમાસના દરેક પક્ષને ૮મે તથા ૧૪ મે દિવસે ઉપવાસ સાથે પિસહ.
૫ ચો. રાત્રે પૈષધ કરીને કાર્યોત્સર્ગમાં જ સ્થિત રહેવું તે. ૬ ત્રહ્મ પિતાની સ્ત્રી સાથેના પણ મૈથુનને ત્યાગ.
૭ ચિત્તત્વા: આહારને માટે જીવની–એટલે પશુપ્રાણીની જ નહિ, પણ તાજી વનસ્પતિની પણ-હિંસાને ત્યાગ.
૮ આમચાળ: જેને પરિણામે જીવહિંસા થાય (જેમકે ઘર બાંધવું વગેરે) એવાં સર્વે કાર્યોને ત્યાગ.
૯ વેશ્ચચા1 સેવકજનેથી લેવાતી સેવાને ત્યાગ. - ૧૦ અનુમતિષ્ઠિત્યાના પિતાને માટે તૈયાર થયેલા આહાર દિને ત્યાગ, બીજાએ એમને એમ આપેલાને કે વધેલાને સ્વીકાર.