________________
R
( ૫) જેને કમના બે ભાગ પાડે છે, શુભ કર્મને પુણ્ય કહે છે, અશુભને પાપ કહે છે. એકંદરે શુભ કર્મના ૪૨ પ્રકાર છે અને અશુભના ૮૨ પ્રકાર છે.* - પાપ અને પુણ્યશાળી છના ભેદ બતાવવાને માટે જેનોએ બંને પ્રકારનું વર્ગીકરણ કર્યું છે. તે રીતે પુણ્યબંધના ૯ અને પાપબંધના ૧૮ પ્રકાર કહ્યા છે.
અન્ન, જળ, વસ્ત્ર,શય્યા અને આશ્રયનું સુપાત્રને દાન, મન, વાચા અને કાયામાં સત્કર્મ અને નમનવૃત્તિ એ પુણ્યના પ્રકાર કહ્યા છે. - હિંસા, અસત્ય, ચોર્ય, શીલહીનતા, અત્યન્ત પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહપ્રિયતા, કલંકદાન, ચાઈ, રતિ અરતિ, નિંદા, માયામૃષાવાદ અને મિથ્યાત્વ એ પાપના ૧૮ પ્રકાર કહ્યા છે.
ધર્મવિધિ. ..
ગૃહસ્થધર્મ જેનામાં શુદ્ધ ધર્મબુદ્ધિ, દેવબુદ્ધિ અને ગુરૂબુદ્ધિ હોય છે અને ધર્મશંકા, બીજાં લૌકિક અને પરલોકિક જ્ઞાન અને ધર્મની વાસના (આકાંક્ષા), જૈનધર્મના જ્ઞાન વિષે અનિશ્ચિત મનેભાવ, ધર્મમેહ અને નાસ્તિકતા એટલાં પાંચ અશુભ વાનાં જેનામાં હતાં નથી, એવા ગૃહસ્થ નીચેનાં ૫ પુત્રત પાળવા ઘટે.
૧ : કઈ જીવની હિંસા કે હત્યા જાણી જોઈને કરવી નહિ. આ આજ્ઞા તે કંઈ મનુષ્યની હિંસા કે હત્યા વિરૂદ્ધ જ નહિ, પણ તિર્યંચની વિરૂદ્ધ પણ છે, અને કઈ પણ પ્રાણીને વધ આહારને માટે કે યજ્ઞને માટે પણ થાય નહિ. વળી વનસ્પતિકાય જેવા સ્થાવર જીવની પણ બનતા સુધી હિંસા કરવી નહિ. આ આજ્ઞા પાળવા માટે ખાવાપીવાના પદાર્થોની સંખ્યા ઉપર પણ અંકુશ મૂકાયે છે અને અમુક વ્યાપાર કરવા નિષિદ્ધ મનાય છે. (નીચે જોશે બીજું ગુણવત) -
૨ : સાચું બોલવું, અર્થાત્ જુઠું ન બોલવું.