________________
( ૨૦૪) કરે; વિતરાગને, શ્રુતને, પ્રતિમાને, સંઘને અને ધર્મને અવર્ણ વાદ બેલ, ધર્મદ્રવ્યનું અપહરણ કરવું–આથી દર્શન મેહનીય કર્મ બંધાય છે. કષાયના ઉદયથી કષાય ચારિત્ર મેહનીય અને નેકષાયના ઉદયથી નેકષાય ચારિત્રમેહનીય કર્મ બંધાય છે.
પરિમિત કામવિલાસ, સરળ સ્વભાવ અને આચાર–આથી પુરૂષદરૂપ, ઈર્ષ્યા, નીચ મને વૃત્તિ, મૃષાવાદ, અતિકુટિલતા-આથી સ્ત્રીવેદરૂપ, અત્યન્ત વિષયવાસના, પુરૂષ અને સ્ત્રી સાથે કામ સેવવાની પ્રચલ્ડ અભિલાષા–આથી નપુંસકવેદરૂપ ચારિત્ર મેહનીય કર્મ બંધાય છે.
છની હિંસા અને વધ, અત્યંત પરિગ્રહ અને આજીવન (અનંતાનુબંધી) કષાય-આથી જીવ નરકમાં જન્મે છે અને તેને અનુસરતું આયુષ બાંધે છે. પ્રવંચના, ગૂઢ હૃદયતા, મિથ્યાત્વનું અનુસરણ, અવિરતિ, અને પાપનું પ્રાયશ્ચિત ન કરવું–આથી જીવને તિર્યંચ યોનિમાં જન્મ મળે છે, (તિર્યંચ ગતિનું આયુ બાંધે છે ) મદુતા, અભ્યારંભ, અલ્પપરિગ્રહ, બીજા જીવ પ્રત્યે અલ્પહિંસા-આથી જીવને મનુષ્યનિમાં જન્મ મળે છે, (મનુષ્ય ગતિનુ આયુ બાંધે છે) સમ્યજ્ઞાન, સમ્યગ્રદર્શન, દેશસંયમ, અલ્પકષાય, દંભ, અકામનિર્જરા, ભૂખતરસથી વિનાહેતુએ મરવું, શીલપાલન, દુખસહન, પર્વત ઉપરથી પડવું, અગ્નિ કે જળથી મરવું–આથી જીવને અમુક આયુષ સુધી દેવલેકમાં જન્મ મળે છે. (દેવ ગતિનું આયુ બાંધે છે)
શુચિ, મૃદુતા, અલભ અને પવિત્રતા એ શુભનામકર્મના આશ્રવ છે, એથી વિરૂદ્ધના તે અશુભનામકર્મના આશ્રવ છે.
પરના ગુણેની ગણના, ગુરૂ અને આચાર્ય પ્રત્યે માન અને નમ્રતા, પઠન પાઠનની વૃત્તિ એ ઉચ્ચત્રકર્મના બંધહેતુઓ છે, એથી વિરૂદ્ધના તે નીચગેત્રકર્મના છે.
વિતરાગની પૂજામાં, અન્નમાં, જળમાં, વાસમાં, વસ્ત્રમાં અંતરાય કરવાથી, મંત્રની સહાયતાએ બીજાને બેશુદ્ધ કરી દેવાથી અન્તયકમનું બંધન થાય છે.