________________
ઉપરના દષ્ટાન્તમાં કુવામાંને માણસ તે જીવ છે, વન તે સંસાર છે, ઝાડ તે જીવન છે, કે તે માનવ-અવતાર છે, એની પાછળ પડેલો હાથી તે મરણ છે, અજગર તે નરક છે, ચાર નાગ તે ચાર પ્રકારના કષાય છે, બે ઉંદર તે શુકલ અને કૃષ્ણ એવા માસના બે પક્ષ છે, મધમાખીઓ તે રેગ છે; પણ મધનું બિંદુ તે સંસારમાં ફસાવનાર સુખ છે.
કુવામાંના માણસની પેઠે જીવ નાશવન્ત સુખના વિચારમાં પિતે ખરી રીતે જે ભયંકર સ્થિતિમાં છે તે ભૂલી જાય છે. પણ
જ્યારે એને સાચું ભાન આવે છે ત્યારે એ બધાં દુઃખમાંથી છુટા થવા ચાહે છે. બધી વેદનાઓમાંથી નીકળવાનું–મેક્ષ પ્રાપ્ત કરવાનું ઈચ્છે છે.
- જગતમાંના થોડા જ જીવ મેક્ષ પ્રાપ્ત કરવાની વૃત્તિવાળા હોય છે, કારણકે સંપૂર્ણ દાસીન્યમાંથી બહાર નીકળી શકાય એ વિકાસ બહુ થોડાને જ પ્રાપ્ત થાય છે અને તેમાંથી કે થોડા મેક્ષપ્રાપ્તિ સુધી જઈ શકે છે.
અતિસૂક્ષમ નિગદના જીવેથી વિશ્વ પરિપૂર્ણ છે. તેમનામાં એક પ્રકારનું ઉદાસીન (અનાભેગ) મિથ્યાત્વ છે, તેથી તેમની વૃત્તિ શુભ પ્રતિની ચેનથી, અશુભ પ્રતિની નથી. તેમની ઉદાસીન સ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળે, ત્યારે તેમનું મિથ્યાત્વ કેઈ અમુક સ્વરૂપ ધારણ કરે છે. આથી કરીને તેમના આધ્યાત્મિક વિકાસ માટે અનુકૂળતા થાય છે. એ વિકાસ એમને અન્ને મોક્ષ અપાવી શકે ખરે, પણ અપાવે જ છે એમ કંઇ સદા બનતું નથી. કારણ કે સર્વ જીમાં રમવ્ય (મોક્ષને માટે અયોગ્ય) જીને એક વર્ગ છે; આ વર્ગના જીવ મિથ્યાત્વમાંથી કદી છુટી શક્તા નથી અને મોક્ષ પ્રાપ્તિને માટે કશે ય પ્રયત્ન કરતા નથી. જે જીનું મધ્યત્વ (મેક્ષ માટેની યોગ્યતા) પ્રારબ્ધથી જ નિર્માયુ છે તે જૈનધર્મનું સત્ય સમજી શકે છે, તે નવાનવા ભવથી કંટાળી જાય છે, સંયમ અને તપસ્યા આચરે છે અને છેવટે મેક્ષ પામે છે.