________________
(૧૯૩) જેવડે મટે છે, સુખ રાઈના દાણા જેટલું ડું છે. જો કે સુખ ત્રાજવાની દાંડી જેવું અનિશ્ચલ છે અને વીજળી જેવું ક્ષણિક છે. છતાં યે દરેક જીવ જીવનસૂત્રને પૂરા ભાવથી વળગી રહે છે ને થોડાક સુખના મેહે જન્મ, જરા, રેગ અને મૃત્યુની ઘટમાળાને ઉત્પન્ન કરનાર ભયને ભૂલી જાય છે.
ત્યારે દરેક જીવને કુવામાં રહેલા મનુષ્યની (મધુબિંદુના દષ્ટાંતની) ઉપમા આપી શકાય. કથા એવી છે કે–એક માણસની પાછળ વનમાં એક ભયંકર હાથી પડ્યો, માણસ બીકને માર્યો વડના ઝાડ પાસે ગયો, પણ તેની ઉપર ચડી નહિ શકવાથી, પાસે એક જુને કુવે હતો તેમાં કુદકો માર્યો. કુવાની ભીતિમાં ઘાસ ને છોડ ઉગ્યા હતા, તેમાંના એક છેડના થીઆને પેલા માણસે પડતાં પડતાં પકડી લીધું. હાથીએ આવીને એને પકડવા ચૂંઢ લંબાવી, સૂઢ એના માથાને અડી, પણ હાથીથી માણસને પકડી શકાય નહિ. હવે પેલા માણસની નજર નીચે કુવામાં પડી, તે કુવાને તળીએ એક ભયંકર અજગર તેને ગળી જવા તલપી રહ્યો હતો. બીજા ચાર નાના નાગ ફણ માંડીને તેની સામે પંફવાડા મારી રહ્યા હતા. અંદર પડી ન જવાય એટલા માટે પેલો માણસ છેડના થડઆ ઉપર કંઇક ચડી ગયે. ત્યારપછી એની નજર ઉપર ગઈ તે ત્યાં એક સફેદ અને બીજે કાળે એમ બે ઉંદર પિતાના તીણ દાંતથી પિલા છોડના થડઆને કાતરી રહ્યા છે અને હાથી પૂરા જોરથી વડના ઝાડને હલાવી રહ્યો છે. હાથીના પ્રહારને પરિણામે એ ઝાડની એક ડાળમાંથી અનેક મધમાખીઓ નીકળી અને કુવામાંના પેલા માણસને ચટકા મારવા લાગી. આમ ચારે બાજુએથી એ દુખે ઘેરાઈ રહ્યો છે, તેવામાં એકાએક એ અભાગીયાએ ઝાડમાંથી મધ ટપકતું જોયું એ બિન્દુ એના કપાળ ઉપર પીને ત્યાંથી ધીરે ધીરે નીગળીને તેના મેંમાં ગયું. ઉત્સુકતાએ એણે એ બિન્દુ ચાટી લીધું, એને સ્વાદ એણે ચાખે ને એના ગળપણમાં સામે આવી ઉભેલા સા ભય એ ક્ષણવાર ભૂલી ગયે. ૨૫