________________
(૧૨) જાય છે અને ઘણાની પાસે મનુષ્ય ભાર ઉંચકાવે છે, તેમને ચાબુકે મારે છે ને આરે બેસે છે.
તિર્યંચ કરતાં મનુષ્ય વધારે ભાગ્યશાળી છે, કારણકે નવા કર્મબંધથી દૂર રહેવાનું અને મુક્તિ પામવાનું એનાથી બની શકે તેમ છે. પાછલા ભવનાં પુણ્યકર્મથી મહામુશ્કેલીમાં મળેલા માનવજન્મને આ અમૂલ્ય લાભ કેટલા છેડા જીવ ઉઠાવે છે ! સારાં કર્મ કરવાને બદલે ધનપ્રાપ્તિ માટેના લેભમાં અને ઇન્દ્રિયના વિલાસની લાલસામાં પડે છે, તુચ્છ અને નિરર્થક કર્મ કરે છે, ઘણાખરા મનુષ્ય બાલ્યાવસ્થામાં વિષ્ટા ખોતરતા શકર જેવા, યુવાવસ્થામાં કામે કરીને ગધેડા જેવા અને વૃદ્ધાવસ્થામાં ઘરડા બળદીઓ જેવા હોય છે. દરિદ્રતા, દાસત્વ, રોગ, જરા અને મૃત્યુથી આર્યનાં અને અનાર્યનાં જીવન ખારાં થઈ જાય છે; માતાના ગર્ભમાં પ્રવેશે છે અને મહાપ્રયત્ન એના સાંકડા દ્વારમાંથી નીકળીને જીવન શરૂ કરે છે ત્યારથી જ દુઃખ પામવા માંડે છે. '
દેવેને પણ દુઃખ પડે છે. દેવે ભૌતિક દુખેથી મુકત છે અને આનંદમાં તથા વિકાસમાં પોતાના દિવસે ગાળે છે એ વાત સાચી, પણ છતાં યે એ સર્વથા સુખી નથી. નીચેના વર્ગને દેવે ઉપરના વર્ગના દેવેનું સુખ અને વિલાસ જુએ ત્યારે એ ઈર્ષ્યાએ બળે છે અને પિતાને એવા પ્રકારનું સુખ અને વિલાસ નથી એ પ્રકારે વિચાર કરે છે. પૃથ્વીલેકમાં ન અવતાર લેવાને માટે સ્વર્ગ હવે છોડવું પડશે એવા ચિહ્ન થતાં માતૃગર્ભમાં પ્રવેશ કરવાને એમને ભય લાગે છે અને ભવિષ્યમાં શું થશે એ તેમને માલમ નહિ હેવાથી એમને એવી ચિન્તા થાય છે કે જે સુખ એમણે ભેગવ્યાં હોય તે પણ કડવાં થઈ જાય છે.
આમ આખું જીવન દુઃખમય છે, અને ભાડાના એક ઘરમાંથી નીકળીને બીજામાં જવાનું થાય એમ એક ભવમાંથી બીજા ભવમાં અનાદિ કાળથી રખડનાર અનંત જીવોમાંના દરેકને માટે એટલું તે નકકી છે કે એકંદરે તેનું દુઃખ વધારે છે અને સુખ ઓછું છે. જો કે સંસારમાં દુઃખને ઢગલે મેરૂ પર્વત