________________
ડાંખળીઓ તેડી પાડવી જોઈએ. ૪ થે કહે છે કે ફળના ગુચ્છા તવ પાડવા જોઈએ. ૫ મે કહે છે કે માત્ર જાંબુ જ તે પાડવા જોઈએ. ત્યારે છઠ્ઠો કહે છે કે ભેંચે પડેલાં જ જાબુ વણું લેવાં ને ખાવાં જોઈએ. ૧ લો જીવ કૃષ્ણ, ૨ જે નીલ, ૩ જો કાપત, ૪ તેજસ, પ મ પ અને ૬ ઢો શુક્લ લેફ્સાવાળો છે.
વળી પણ બીજી ઉપમા ચાર સાથેની આપીને આ વાત સમજાવી છે. છ ચોર કે ગામ ઉપર તુટી પડવા ધારે છે. ૧ લે ચાર બધા જીવને, ૨ જે માત્ર મનુષ્યને, ૩ જો માત્ર પુરૂષને, ૪ થે માત્ર હથિયારવાળાને, ૫ મે માત્ર લડનારાને મારી નાખવાનું કહે છે. ૬ કે માત્ર ધનમાલ લેવાની વાત કહે છે પણ કેઈને મારવા નહિ એમ કહે છે.
દેવેન્દ્રસૂરિના કર્મગ્રન્થમાં (ટીકા પૂ. ૯૩) જુદી જુદી વેશ્યાવાળાનું આવું વર્ણન છે.
“શત્રુભાવવાળા, દયાહીન, કૂર, મૂર્ખ, ણ, સુંઢ જીભવાળા અને બીજાને દુઃખ દેવાની વૃત્તિવાળા મનુષ્યને કૃષ્ણ લેશ્યા હોય છે; કપટાચારી, દંભાચારી, ચંચળ મનના, આડમ્બરવાળા લંપટ મનુષ્યને નીલ લેશ્યા હોય છે; વિવેકહીન, કાર્યકરતાં ભુંડાને વિચાર નહિ કરનારા અને ક્રોધી મનુષ્યને કાપત લેશ્યા હોય છે; વિવેકી, નવાં કર્મબંધનને નહિ કરનારા, દાતા, માનપાત્ર, ધર્મભાવનાવાળા મનુષ્યને તેજસ લેશ્યા હોય છે, દયાભાવવાળા, દાતા, ચારિત્ર્યવાન, અને સમજદાર મનુષ્યને પીત લેશ્યા હોય છે; પવિત્ર, સદાચારી, કષાય વિનાના અને સમદર્શી મનુષ્યને શુક્લ લેશ્યા હોય છે.”
ઉપર કહેલા બધા ગુણે મુખ્ય છે, દરેક વેશ્યાના બીજા અનેક ભેદ એ ગુણની તીવ્રતા મંદતાને અનુસરીને થાય છે. વળી
ડે કે પુરે અંશે જેમ જેમ આત્મસંયમ સધાતું જાય તેમ તેમ જીવને વિકાસ થતું જાય છે, અને તેને અનુસરતા દરેક લશ્યામાં ફેરફાર થતા જાય છે. વળી ઉપર જણાવેલા ગુણેને ઉલ્લેખ કર્યા વિના પણ દરેક લેશ્યા જીવની મનોદશા દેખાડે છે.