________________
( ૧૭૮).
(ઉપક્રમે) મરણ પામે છે; દેવે અને નરકવાસીઓ આવા કેઈપણું ઉપક્રમ વિના અકસ્માત્ મરણ પામે છે. મરણ પામતાં જીવ એ ભવનાં પાચ શરીરમાંથી તેજસ અને કાશ્મણ સિવાયનાં બીજાં શરીરને ત્યાગ કરે છે, અને આનુપૂર્વી નામકર્મને બળે (પૃ. ૧૬૩) નવા ભવમાં જ્યાં એને જન્મવાનું હોય છે ત્યાં એ જાય છે. મરણ અને જન્મ વચ્ચેના કાળને વિદ્યુત કહે છે ને તે માત્ર થી જ પળોને (૧-૨-૩-૪ સમયને) હોય છે.
ભવમાં હોવા છતાં અમુક સંજોગોમાં જીવ પિતાના ઔદારિક શરીરને ત્યાગ કરી શકે, એ શરીર બહાર અમુક વ્યાપાર કરી શકે અને પાછા એ શરીરમાં પ્રવેશી શકે. આવા શરીરત્યાગને સમુપાત કહે છે અને જે જીવમાં ઉંચા પ્રકારની શક્તિ હોય છે તેજ એમ કરી શકે છે. એકંદરે સાત પ્રકારના સમુદ્રઘાત કહા છે. આહારક સમુદ્દઘાત વિષે તે આગળ (પૃષ્ટ ૧૭૧) કહેવાઈ ગયું છે. બાકીનામાંથી તૈજસ–સમુદ્યાત વિષે કંઈક કહેવા જેવું છે, એ સમુદ્દઘાત તૈજસ શરીરદ્વારા થઈ શકે છે. એના શુભ અને અશુભ એવા બે પ્રકાર છે. કોઈ વિનમાંથી મુક્ત થવાને માટે જ્ઞાની શુભને ઉપયોગ કરે છે. તેવારે તેના જમણે ખભામાંથી એક વેત બિંબ નીકળે છે, તે વિદનને ટાળે છે ને પાછું જ્ઞાનીના શરીરમાં પ્રવેશે છે. નગમતા મનુષ્યનું કે વિષયનું નિવારણ કરવાને માટે કોધી સાધુ અશુભને ઉપયોગ કરે છે, તેવારે એના ડાબા ખભામાંથી એક રક્ત બિંબ નીકળે છે, તે વિધી પુરૂબને કે વિષયને બાળી ભસ્મ કરી નાખે છે. ઉપર કહ્યા તે સમુદઘાતને ઉપયોગ સંસારમાં વિચરતા જીવ કરે છે, પણ એક્ષપ્રાપ્તિની સાધનાને સારૂ કર્મક્ષય કરવાને હેતુએ પિતાનાં કમને બરાબર વ્યવસ્થિત કરવાને માટે, ૧૩ મે ગુણસ્થાને પહોંચેલા સર્વજ્ઞ વાતિ સમુદ્દઘાતને ઉપગ કરે છે.