________________
(૧૫૩) એ બધાંને સંબંધમાં ગંઠવવા, આથી શુષ્કતા કંઈક ઓછી થશે. કારણકે અહીં માત્ર જૈન ધર્મના સિદ્ધાન્તનાં સ્વરૂપ જ નથી આપ્યાં, પણ એ સિદ્ધાન્તને આત્મા જ મુખ્યત્વે ઓળખાવવાને પ્રયત્ન કર્યો છે, સંસારનાં અને સ્વર્ગનાં સ્વરૂપ આળેખવા, તેના ભાગવિભાગ પાડવા અને તેને સંબંધ દેખાડવા જે ધર્મપ્રણાલીએ પ્રયત્ન કર્યા છે એ ધર્મપ્રણાલીને ઓળખાવવામાટે પ્રયત્ન કર્યો છે.
તત્વજ્ઞાન,
ધર્મતત્વ, જૈન ધર્મના સિદ્ધાન્ત પ્રમાણે પદાર્થ માત્રને તેમાં સમાવેશ થઈ જાય છે; ૧ ઝવ, ૨ લવ, રૂ કાઢવ, ૪ વધુ જ સંવર ૬ નિરા અને મોક્ષ. આ અનુક્રમે તેની ગણના દિગમ્બરે કરે છેવેતામ્બર ૯ તત્વે માને છે તે પુષ્યને તથા પાપને ૩ જે તથા ૪થે સ્થાને મૂકે છે. દિગમ્બરે આ બે તને વિશિષ્ટ ત માનતા નથી, પણ માને છે કે પછીનાં તત્ત્વમાં એમને સમાવેશ થઈ જાય છે.
જૈન તત્વજ્ઞાનનું સ્વરૂપ આળેખવાને જે પ્રયત્ન અહીં કરવામાં આવ્યું છે તેમાં આ નવ તત્ત્વનું સ્વરૂપ પણ આળેખાશે. પણ નજર નાખી જવાને હેતુએ અને દરેક તત્ત્વનું ઝાંખું દર્શન કરી લેવાને હેતુએ અહીં એના વિષે કંઈક સંક્ષેપમાં જોઈ લઈએ. સાથે સાથે ઘણાખરા જેન ગ્રન્થનાં સ્વરૂપ અને વિષય ઉપર પણ નજર નાંખી લેવાશે.
જગતમાં નિત્ય અથવા અવિનાશી તો બે પ્રકારના છે. ૧ નવ અનંત છે, ચેતન છે, અને એને સવેદન છે; ૨ એમાં આકાશ, ધર્મ, અધર્મ (ગતિ અને સ્થિતિના સાધન), કાળ અને , પુદગલ એ પાંચને સમાવેશ થાય છે.—