________________
(૧૪) એ ધર્મગ્રન્થ જ્ઞાનના પ્રમાણભૂત સાધનરૂપ ગણાય છે. કારણ કે તેના રચનાર આધ્યાત્મિક દષ્ટિએ પરિપૂર્ણ હતા અને એમાં લખેલી હકીકતે સાચી જ છે એવી સાબીતી હરકોઈ જીવને મળી શકે તેમ છે કારણ કે આધ્યાત્મિક વિકાસથી એવું જ પરિપૂર્ણ પદ પ્રાપ્ત કરી શકાય છે.
પૂર્વ જુગના સર્વાએ આપેલા જ્ઞાનમાંથી અમારા સિદ્ધાન્ત જન્મ પામ્યા છે એમ જૈનો માને છે, તેથી એમના તત્ત્વજ્ઞાનને એક બીજી વિશિષ્ટતા પ્રાપ્ત થઈ છે. એમના શાસ્ત્રગ્રન્થોમાં લખાચેલું એકેએક વાકય આથી શુદ્ધ સત્ય જ મનાય છે, એની સામે શંકા થઈ શકે જ નહિ એવું મનાતું આવ્યું છે. જે તત્વજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરવાની છે તે સર્વજ્ઞ ગુરૂઓનાં ચાલતાં આવેલાં વચનેને એકઠા કરવા, સ્પષ્ટ કરવા કે જરૂર પડે ત્યાં આખાં કરવા પુરતી જ કરવાની છે.
જૈન તત્વજ્ઞાનના આ મતને કારણે એ તે માનવું જ પડે કે સર્વજ્ઞ પુરૂ થઈ ગયા છે, અને એમના આ મત ઉપર બ્રાહ્મણ પંડિતેએ પ્રચંડ પ્રહાર કર્યા છે. એટલી જ પ્રચંડતાએ જેનોએ પિતાના એ મતનું રક્ષણ કરવાના અને તેને દઢ કરવાના પ્રયત્ન કર્યા છે. જીવ પિતાને પણ જાણે, એ સિદ્ધાન્ત ઉપરથી એમણે એ સિદ્ધાન્ત પણ સાબીત કરવાને પ્રયત્ન કર્યો કે ભૌતિક આવરણ, વિકાર વિગેરે વિદને દૂર થઈ જાય કે તરત જ સર્વને જાણવાની આ શકિત પ્રાપ્ત થાય છે. કારણ કે અગ્નિને બાળવાનું કશું ય ના હોય તે એ શેને બાળે ? બુઝાઈ જ જાય.
તવ શાસ્ત્ર અને ન્યાય શાસ્ત્ર. બધી જાતિઓના તત્વશાસ્ત્રની પેઠે ભારતવાસીઓના તત્વશાસ્ત્રમાં પણ વસ્તુસ્થિતિના મૂળમાં એકમેકથી વિરોધી બે તત્વે રહેલાં છે. એક પક્ષ કહે છે કે પદાર્થ જ સાચું તત્વ છે, એના ઉપર જે ફેરફાર થતા જણાય છે તે માત્ર અસત્ય દેખાવ છે, કારણકે ઘાટને પદાર્થ સાથે તે લેવા દેવા જ નથી. સામે પક્ષ કહે