________________
મારી રૂપરેખાને માટે મુખ્યત્વે કરીને ઉમાસ્વાતિનું તવાથધિગમસૂત્ર અને યાકેબીને એને અનુવાદ એ બે મને બહુ ઉપયોગી થઈ પડ્યાં છે. આ અનુવાદને આધારે પરિભાષાને ઉપગ, બન્યું ત્યાં સુધી કર્યો છે. “તત્ત્વજ્ઞાન અને “નીતિ’ વિષેનાં જે પ્રકરણે આ અધ્યાયમાં લખ્યાં છે તે Die Lehre vom Karman in der Philosophic der Jainas (જૈન તત્વજ્ઞાનમાં કમને સિદ્ધાન્ત ) એ નામે ૧૯૧૫ માં મેં લખેલા નિબન્ધને આધારે લખ્યાં છે, ત્યારપછી તે એ નિબંધનાં કેટલાંક પ્રકરણમાં કંઈક સુધારે વધારે કરીને ફરી છપાવ્યા છે આ ગ્રન્થમાં જે રૂપરેખા આપી છે તેમાંની કેટલીકની વિગતવાર હકીકતે એ નિબન્ધમાંથી મળી આવશે. “વિશ્વજ્ઞાન વિષેનું જે પ્રકરણ છે તે કંઈક અંશે Die Kosmographie der Inder (ભારતવાસીઓની વિશ્વવિદ્યા) એ નામે કીલે લખેલા ગ્રન્થને આધારે લખ્યું છે, કંઈક અંશે નવી હકીકતે પણ મૂકી છે.
ઈતિહાસ અને જીવનચરિત’ વિષેનું પ્રકરણ તે નવું જ છે, કારણ કે એનું પૂરું સંશોધન કેઈએ હજી કર્યું નથી; એને માટે મુખ્ય આધાર વિનયવિજયના “લેકપ્રકાશ” અને હેમચન્દ્રના ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત” ઉપર રાખે છે, તેમજ વળી જ્યાં
જ્યાં બીજા ગ્રન્થોના આધાર લીધા છે, ત્યાં ત્યાં તે ગ્રન્થનાં નામ નંધ્યાં છે.
« જ્ઞાનતત્વ.
આ જ્ઞાનસાધન. જેનોના માનવા પ્રમાણે તત્વજ્ઞાનને એકમાત્ર હેતુ એ જ છે કે આ જગતમાં આપણું પિતાનું સાચું સ્થાન ક્યાં છે? એનું જ્ઞાન આપણે પામીએ અને તે દ્વારા જેથી આપણું હિત થાય એમ હોય તેને પ્રાપ્ત કરવાની અને અહિત થાય એમ હોય તેને ત્યાગ કરવાની સ્થિતિમાં આવીએ. આ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે આપણને સહાયતા આપનાર સાધનને નાણી જેવું ઘટે. આવું જ્ઞાન પ્રત્યક્ષ અને પરાક્ષ એ બે પ્રકારે પામી શકાય.