________________
(૧૪૩) અરસામાં નંખાયાં હતાં, પછી એણે ઈ. સ. ની શરૂઆતના અરસામાં સ્પષ્ટ રીતે આજનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારપછી આજ સુધીનાં લગભગ ૨૦૦૦ વર્ષના ગાળામાં અનેક વિષયપરત્વે વધારે સ્પષ્ટ સ્વરૂપમાં એ આવ્યું, વળી નવેસરથી ઘડાયે, પણ એમાં કશે ગંભીર ફેરફાર થયો નથી.
આ વિચિત્ર સ્થિતિનું કારણ સિદ્ધાન્તની ખુદ રચનામાં શોધી શકાય. એ વિષે યાકેબી આમ લખે છે –“ પ્રાચીન સિદ્ધાન્તની નિશ્ચળતાના કારણ વિષે મારા માન્યામાં એમ આવે છે કે એ સિદ્ધાન્તના ભાવ અને ભાષાને પછીના કાળના તત્ત્વશાસ્ત્રના ભાવ અને ભાષા સાથે મેળ નહિ હોય અને તેથી પૂર્વ સિદ્ધાન્ત ઉપર ઉત્તર સિદ્ધાન્તની કશી અસર થયેલી નહિ. અમુક પ્રમાણમાં એ સિદ્ધાન્તો દઢ થઈ ગયા અને પરંપરાએ એ જ રૂપે દઢભાવે ઉતરતા ચાલ્યા. જૈનોની તત્ત્વવિદ્યા મૃતભાષા જેવી છે. એ શીખાય ને વપરાય, પણ એને વિકાસ કરી શકાય નહીં. ”
જૈન ધર્મના આ નિશ્ચળ ભાવને કારણે તેનામાં બીજે એક ગુણ આવ્યું છેઃ બધા મુખ્ય સિદ્ધાન્તમાં તમે એની એવી સપૂર્ણ છબી આંકી શકે કે જે છબી સર્વ રીતે પ્રાચીન તેમજ અર્વાચીન જૈનધર્મને મળતી આવે, અને વિવિધ દેશના, કાળના ને વિષયના લેખકે કંઈક જુદે સ્વરૂપે લખે છતાં ચે એ છબીની યથાર્થતામાં કશેય ફેર પડે નહિ.
આ ગ્રન્થમાં જૈનધર્મના સિદ્ધાન્તના જે જે પ્રદેશની રૂપરેખા આંકવાનો પ્રયત્ન કર્યો છે તે તે પ્રદેશની માહિતી માટે હાલના પંડિતેનાં પુસ્તકમાંથી અવતરણે લીધાં છે. વળી “વેતામ્બરના તેમજ દિગમ્બરના પ્રાચીન તેમજ અર્વાચીન ગ્રન્થની પણ સહાયતા લીધી છે. પણ શ્વેતામ્બરનાં સાધને વધારે પ્રમાણમાં પામી શક છું, એટલે સ્વાભાવિક પરિણામે જ આ ગ્રન્થમાં “વેતામ્બર સમ્પ્રદાય મુખ્ય સ્થાન પામ્યા છે, જ્યાં જ્યાં દિગખર સમ્પ્રદાય વિષે હું જાણતા હતા, ત્યાં ત્યાં એને પણ સાથે સાથે સ્થાન આપ્યું છે. . . . .