________________
(૧૪) અનેક લેખમાં પ્રતિ હોય છે અને તેમાં નામાંકિત નરનારીઓનાં અતિશય યશોગાન ગાયાં હોય છે. આ પ્રશસ્તિઓ મેટે ભાગે સુન્દર પ્રાસાદિક ભાષાએ લખેલી હોય છે અને વર્ણનમાં તથા ઉપમાઓમાં બરાબર પ્રાચ્ચ દેશી હોય છે. કેઈ રાજાને વિષે લખવું હશે તે “કુલચુડામણિ, સરસ્વતીકણકુંડલ, જેન ધર્મસાગર તરંગકર ચન્દ્ર, કવિકામદુધા, રિપુ-અગ્નિ” વગેરે શબ્દોથી શણગારશે; રાણીને વિષે લખવું હશે તે “ લક્ષમી સમાણી ધનદાત્રી, રૂપરૂપને રત્નભંડાર, કામદેવની વિજયપતાકા, સપત્નીઓને ભયંકર હાથણ જેવી ” વગેરે શબ્દથી શણગારશે, સાધુના વિષે લખવું હશે તે એમના ચરણકમળની ખુદ દેવે પૂજા કરે છે, પિતાની પવિત્રતાથી જગતને પવિત્ર તીર્થધામ બનાવે છે, એમની વાણી કાનને ગેપુચ્છના વીંઝણ જેવી સુંવાળી લાગે છે, એમની ગગનગામી કીતિ ચંદ્રકરણમાં ભળી જાય છે.” એવી રીતે શણગારશે.
કેટલીક પ્રશસ્તિઓમાં પવિત્ર શ્રાવક કે સાધુઓના અવસાન સંબંધેની, કેટલીકમાં વળી ઉપવાસ કરીને મૃત્યુ પામેલાના અવસાન સંબંધેની મૃત્યુકથાઓ હોય છે. પણ અનેક પ્રશાસ્તિઓમાં ભાષાનાં અલંકારને બહિષ્કાર કરેલો હોય છે અને અમુક સાધુ કે અમુક સાધ્વી આ ધરાધામ છેને સ્વર્ગવાસી થયાં છે એટલી સાદી હકીકત આપીને જ સન્તોષ વળે છે.
એવા મૃત્યુલેખમાં સંસારની અનિત્યતા વિષેની સર્વસામાન્ય ભાવના ઉપર ભાર રાખીને કાવ્યરચના કરવામાં આવેલી હોય છે, ત્યારે તેની ભવ્ય સરળતા અતિ સુન્દર હોય છે. શ્રવણબેલગેલામાં સાધુ નન્દીસેનની સમાધિ ઉપર જે મૃત્યુલેખ છે તે આને વિષે સારૂં ઉદાહરણ છે.
“ઇંદ્રધનુષની પેઠે, વિજળીની પેઠે અને ધુમસના વાદળાની પેઠે સૌન્દર્યની અને ધનની તેમજ મેહની અને શક્તિની પ્રાપ્તિ તરલતાવાળી છે, કેને એ સ્થિર છે ? માટે શ્રેષ્ઠતા ઈચ્છનારેજગતને વળગી ન રહેવું.” એમ સાધુઓને કહેતા નંદીસેન શ્રેષ્ઠ કર્મફળ સ્વર્ગલોકને પ્રાપ્ત થયા.