________________
(૧૩૮)
૩ લેખે. જૈન લખાણમાં શિલાલેખનું અને તામ્રલેખનું વિશિષ્ટ સ્થાન છે, કારણ કે લખાયેલા સાહિત્યની પેઠે એ પણ ભૂતકાળની ઘટનાઓના સાક્ષીરૂપ છે. સંસ્કૃતમાં, પ્રાકૃતમાં અને વિવિધ આર્ય તેમજ દ્રાવિડિયન ભાષાઓમાં લખાયેલા એ લેખે ઐતિહાસિક કે કાલ્પનિક પુરૂષનું કે ઘટનાઓનું વર્ણન આપે છે, સાદી કે કળામય શૈલીએ કથાઓ કે ઈતિહાસ કહે છે. એ લેખેનું વસ્તુ કેટલીકવાર એવું વિવિધ હોય છે કે તેમાં જાણે કે વીર કાવ્ય કે પ્રશસ્ત નાટક આખું ને આખું કેરી કાઢ્યું લાગે!
એવા લેખે ઘણું કરીને મન્દિરમાં કે સમાધિઓમાં છત્રીએમાં મૂકેલા હોય છે. એ લેખેમાં પછીના જમાનાઓને જાણવા માટે દાનની મિતિ, શ્રદ્ધાળુ દાતાનાં નામ, એમના વંશ અને કાર્ય લખેલાં હોય છે. કેટલાક લેખમાં ગુજરી ગયેલા રાજાઓનાં, મહાજનેનાં, પ્રતિષ્ઠિત સ્ત્રીઓનાં, સાધુઓનાં, આચાર્યોનાં, સાધ્વીઓનાં, નિત્ય અથવા નૈમિત્તિક પ્રસંગેનાં સ્મરણ કતરેલાં હોય છે, એટલા માટે કે એ મહત્ત્વનાં હોવાથી પછીના જમાનાઓને ઉપયેગી થઈ પડે. . - આપણને જે લેખ આજે મળી આવ્યા છે તે વિવિધ સ્વરૂપે છે, કેટલાક ટુંકા ને મુદ્દાસર હોય છે, કેટલાકમાં ભાષા ઉંચી અને સુન્દર હોય છે તથા કાવ્યશાસ્ત્રમાં આપેલા બધા અલંકારેએ અલંકૃત હેાય છે.
ઘણાખરા જેનલેખે , સ્વસ્તિ શ્રી આદિ સ્વસ્તિવાચક શબ્દથી સરસ્વતીની અથવા એક, અનેક કે સર્વે તીર્થકરેની સ્તુતિથી આરંભાયેલા હોય છે. પછી અન્ત પણ તેવી જ રીતે કે “સમસ્ત જગતનું કલ્યાણ થાઓ !” એવા ભાવનાં પ્રાર્થનાવાકથી કરવામાં આવે છે. વળી કેટલાકના અન્ત, જે નિન્દાને પાત્ર હોય તેને અથવા જેણે મંદિરને અર્પાયેલી ભૂમિ દબાવી દીધી હોય તેને શાપ પણ આપેલા છે, આવા એક લેખમાં “૬૦૦૦૦ વર્ષ સુધી એ જન્તુ થઈને અવતર! એ શાપ એવાં કર્મ કરનારને આપેલે છે.