________________
(૧૩૩ ) તાલપત્રને વહેતી નદીમાં નાખી દેવાની રાજાએ આજ્ઞા કરી. બધાંના આશ્ચર્ય વચ્ચે ૪૦૦ તાલપત્રે પાણી ઉપર તરતાં રહ્યાં ને નદીને કાંઠે આવ્યાં. એ બધાંને એકઠાં કર્યા અને એ સંગ્રહને નાલદિયારનું નામ આપ્યું. થોડાંક બીજાં તાલપત્ર બીજે કાંઠે પણ તરી ગયાં અને તેના બીજા સંગ્રહ પણ થયા છે.
દિગમ્બર સાધુ મતતિએ (૯૪ માં) લખેલા સુમાષિત સાદ જેવાં કાવ્યમાં જૈનધર્મના ઉપદેશની સ્પષ્ટ છાપ તરી નીકળે છે. અમિતગતિએ આ ગ્રન્થમાં મેહવિલાસની અનિત્યતાનું વર્ણન કર્યું છે, જરા અને મરણ વિષે ખ્યાલ આવે છે, કામ, ક્રોધ, લેભ અને મેહ વિરૂદ્ધ વિવેચન કર્યું છે, માંસ, મદિરા અને મદ્ય સંબંધે, જુગાર વિષે અને વેશ્યાગમન સમ્બન્ધ નિવારણ કર્યું છે અને જૈન ધર્મના વિધિઓ પાળવાને ઉપદેશ આપે છે. ભૈતિક વિલાસે એકેએક વર્ણવ્યા છે અને તેની નિરર્થકતા વિષે નિરૂપણ કર્યું છે. પવિત્ર સાધુને ઘટે એમ સ્ત્રીસંબંધી એમણે કે બળવાન નિષેધ કર્યો છે તેને આ નીચે નમુને છે –
જે વિવેકશૂન્ય પુરૂષ ભ્રષ્ટતાસ્વરૂપ, જીવજન્તુએ ભરેલા, (મનુષ્યદેહના) ત્રણ પ્રવાહી પદાર્થોના બનેલા, એકંદરે ઘણા જ ભ્રષ્ટ એવા ચમ, માંસ, અસ્થિ, મજજા, લેહી, મેદ તથા જતુથી બનેલા, અને મળ, મૂત્ર, રૂધિર અને આંસુ આદિ નવ અશુદ્ધિ પદાર્થોનાં દ્વારવાળા નારીદેહથી આનન્દ પામે છે તે નરકમાં જન્તુ થઈને અવતરે છે.”
“ સર્વે દુઃખના ભંડાર, અજ્ઞાનના સ્થાન, સ્વર્ગપુરના આગળા, નરકધામના માર્ગ, લજજાના મૂળ, અવિવેકના ધામ, પવિત્રતારૂપ વનના કુઠાર, જ્ઞાનકમળના હિમ, પાપવૃક્ષના મૂળ અને નાગવિષની મંત્રભૂમિ રૂપ નારીને કર્યો જ્ઞાનીજન સેવે?” ૫૩
દુઃખજ્વાળાથી બળતા સમુદ્રમાં જે અથડાયા કરે છે તેમની અશાન્તિ તથા દુઃખ એક બાજુએ અને જેણે સવિચાર સેવ્યા