________________
( ૧૩૧) વિરૂદ્ધની ગાથાઓથી ભારતવાસીને કશું આશ્ચર્ય થતું નથી. આ સંગ્રહમાં વ્યભિચાર સંબંધી ગાથાઓની પણ સ્વાભાવિક રીતે જ બેટ નથી, ગોવાળ તેમજ કૃષ્ણની સુંદર લીલાનું ચિત્ર કવિએ સુંદર ભાવે ચીતર્યું છે અને આ વજ્જા લગ્નમાં ઋતુઓ વિષે પણ વર્ણન છે.૪૯
માનવજીવનનાં વિવિધ દ, પ્રકૃતિનું સૈન્દર્ય અને એવા અનેક વિષયો ઉપર કળાપૂર્ણ કાવ્યો સંસ્કૃતમાં અર્વાચીન ભાષા એમાં લખનાર અનેક જૈન કવિઓ થઈ ગયા છે. આ પ્રકારના સંગ્રહ કાન ભાષામાં અનેક છે, આશ્ચર્યજનક તે એ છે કે આ પ્રકારના સાહિત્યમાં સ્ત્રીઓએ પણ ભાગ લીધે છે, શાન્તિ (૧૧૦૦ ના અરસામાં) નામની સાધ્વીએ વિવિધ વિષયે ઉપર ગાથાઓ રચવામાં પિતાની કુશળતા પ્રકટ કરી છે.
બુદ્ધિવિષયક કાવ્યમાં પણ જૈન કવિઓની કૃતિઓ બીજા ધર્મના કવિઓ કરતાં અનેક રીતે ભિન્ન નથી. આશ્ચર્યજનક તે એ છે જે આવા પ્રકારનાં અનેક કાવ્યું, જેનો કહે છે કે જૈન કવિઓએ લખ્યાં છે, બીજા ધર્મવાળા તેના તે જ કા પિતાના ધર્મવાળાએ લખ્યાં કહે છે. તિરુવલ્લુવર નામે વણકરના સુર નામે કાવ્યને માટે આવી જ તાણીતાણ છે. પૂર્વે એમ માનવામાં આવતું કે એ કવિ ૮ મા સૈકામાં થઈ ગયે. હાલ એમ માનવામાં આવે છે કે ઘણું કરીને એ ૧ લા કે ૨ જા સૈકામાં થઈ ગયેલું. કુટેલમાં ૨૬૬૦ ટુંકી ગાથાઓ છે અને તે ધર્મ અર્થ ને કામ એ ત્રણે જીવનકામનાઓ ઉપર છે. અમુક એક ધર્મના વિશેષ સિદ્ધાન્ત વિષે કશો ઉલ્લેખ નથી, તેથી સ્પષ્ટ છે કે વૈષ્ણવ, શૈવ અને બદ્ધ તેમજ જૈન ધર્મના અનયાયી સરખી રીતે દાવો કરે છે કે એ ગ્રન્થ અમારા સિદ્ધાન્ત વિષે લખાવે છે. બી. શેષગિરિ શાસ્ત્રીઆર અને એમ. એસ. રામસ્વામી માને છે કે કુર્ટલમાંની કેટલીક ગાથાઓ એવી છે જે એ ગ્રન્થને કર્તા કેઈ જૈન હે જોઈએ. અને એ (જેનો એને પાચાર્ય કહે છે ) કુંદકુંદના સમ્યમાં હવે જોઈએ, પણ એ વાતને બહુ થડે સંભવ છે.° .