________________
( ૧૩૦ )
એવુ' હસ, જે તને કોઇ હસી કાઢે નહીં; એવુ` ખેલ જે શ્રોતાના કાનને મીઠું લાગે.
એવુ જીવ, જે જીવનમાં કીતિ મળે એવું મર, જે ફ્રી અવતરવું ના પડે.
આપણે બીજા જે ગાથાસંગ્રહ વિષે કહેવાનું છે, તે શ્વેતામ્બર ગચવક્રમના (સમયનિર્ણય હજી થયા નથી, પણ ૧૩૩૪ ની તા પૂર્વે) લગાવ છે. એમાં માત્ર કામ વિષેની જ ગાથાઓ નથી, પણ જીવનની ત્રણે કામના–ધર્માં, અર્થ, કામ-વિષેની છે, એટલે હાલના સંગ્રહ કરતાં વધારે વિશાળ છે. એમાંનુ વસ્તુ અનેકમુખ છે. આપણી સામે સંસ્કૃતિના ઇતિહાસમાં આ સુંદર નમુના છે; ભારતવાસીઓના નૈતિક જીવન વિષે તથા શિષ્ટજન વિષે એમની ભાવના કેવી છે ? ભ્રષ્ટતાને એ કેવા ધિક્કારે છે ? એ આપણે આ સંગ્રહથી જાણી શકીએ છીએ. સાચી મિત્રતાના અને શુદ્ધ જીવનના ખ્યાલ કવિ આપે છે, દઢતાને અને વીર નિશ્ચલતાને જશ આપે છે; કાશક્ત પુરૂષને વિષે ભવ્ય ગાથાઓ આપે છે, પણ બાહ્ય પરિણામો પ્રારબ્ધને આધીન છે અને તેથી માનવજીવનની જે બીજી કામના અથ−તેની સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. નિનતાનાં દુ:ખ હૃદયદ્રાવક ભાવે વળ્યાં છે; કેટલીક ગાથામાં સ્વામીનું વર્ણન છે, કેટલીકમાં સેવકનું છે; પણ જે પેાતાના સ્વામીનું રક્ષણ કરતાં વીર સૈનિકની પેઠે, યુદ્ધમાં પડે છે એને માટે સુંદર ગાથાઓ છે. વજાલના ૐ ભાગ કામ વિષે રાકાય છે. સ્નેહની મૃદુ ભાવનાથી માંડીને તે મેહના મત્ત આવેગ સુધીની અનેક ગાથાઓ છે, પ્રણયીજનની વિરહવેદના અને તેમની જલ્પના વિષે પણ છે. ફુલમંજરીમાંથી મધુ ચૂસતા ભ્રમર વિષે, પેાતાના વૃન્દમાંથી વિખુટા પડી જઇ કેદ પડેલા હાથી વિષે, રાજહંસ કે વ્રુતિ (જીઇ) વિષે સુંદર ચિત્રા ખડાં કરે છે; એ સામાં પુરૂષના સ્ત્રી ઉપરના સ્નેહની ભાવનાઓ છે. શૃંગાર વિષયમાં યુરોપવાસીની કરતાં ભારતવાસીની ભાવના વધારે નિર્દભ અને ખુલ્લી છે, આપણને કમ્પારી વટે એટલી સીમા સુધી સ્નેહજીવનના નિયમ