________________
( ૧૨૯) માવત સુધી- સમસ્ત સેનાએ પ્રાકૃતમાં ગાથાઓ રચી કાઢી અને રાજાએ એમાંથી ૭૦૦ સર્વોત્તમ ગાથાઓ વણું કાઢી ને તેને સંગ્રહ કર્યો. એમાંની થેક ગાથાઓને અર્થ નીચે આપું છું.’
રાત્રિના લલાટભૂષણ ચન્દ્ર! આકાશના શિરરત્ન તું રાત્રિએ પ્રકાશે છે,
મારા પ્રિયતમને જે કરે તું સ્પશે છે, તે જ કરે મારે સ્પર્શ કર.
તું આવશે” એ આશાએ મારી અર્ધી રાત એમને એમ ચાલી ગઈ,
છતાં યે તું આવ્યું નહીં અને બાકીની ઘધઓ દુઃખના વર્ષો જેટલી લાંબી થઈ.
નમે મારે નાથ મને મૂકીને સવારે ચા જશે એમ લેક મને કહે છે,
ત્યારે લાંબી થા, અરે લાંબી થા, મધુર રાત્રિ! જેથી સવાર થાય જ નહિ. - એનું સુંદર સ્વરૂપ આંખ સામે તરે છે, એનું ચુમ્બન હજી યે હોઠ ઉપર બળે છે, | મારા હૈયામાં એનું હૈયું છે, કાનમાં હજીયે એને શબ્દ છે, પ્રારબ્ધ અમને વિખુટાં કરી શકે ?
એમાંની ઘણીખરી ગાથાઓ શૃંગારરસે લદબદ છે, છતાં યે આખા સંગ્રહમાં એ જ ધ્વનિ ગુંજે છે એમ નથી; કેટલાકમાં બ્રાહ્મણદેવતાની સ્તુતિ છે, તે કેટલાકમાં સર્વ સામાન્ય સુભાષિત છે. જુઓ –
- આશાની પીંછીવડે હદયપેટ ઉપર ભાવિ ચિત્રે મન ચીતરે છે,
પણ હસતા બાળકની પેઠે પ્રારબ્ધ હળવે હાથે એ સૈ. ભૂંસી નાખે છે.