________________
( ૧૨૬-) ભાઈ વઘુત્તના કપટથી એક બેટ ઉપર તે એકલવાયે થઈ પડે છે. વિચિત્ર સંજોગોને બળે ત્યાં એને સુંદર રાજકુમારી મળી આવે છે, તેની સાથે એ લગ્ન કરે છે. ત્યારપછી એ દંપતી બાર વર્ષ સુધી ત્યાં સુખમાં રહે છે. એવામાં વધુયત્તનાં વહાણ એ બેટ ઉપર આવી ચઢે છે. ભાઈઓ એકમેક સાથે સમજી જાય છે ને વધુયત્ત ભવિસત્તને ઘેર આવવા સમજાવે છે. ઉપડવાની બધી તૈયારી થઈ રહી છે, ત્યાં તે આપણા નાયકને યાદ આવે છે કે બેટ ઉપર એક રત્ન રહી ગયું. ફરી પાછી વહાણમાંથી એ બેટ ઉપર એ રત્ન લેવા જાય છે, એવે સમે પેલે કપટી ભાઈ વહાણનું લંગર ઉપડાવી લે છે અને ભાઈને મૂકી ચાલતે થાય છે. ઘેર જઈને વધુયત્ત પિતાની ભાભીને પરણવા પજવે છે ને લગ્નની તૈયારીઓ કરે છે. કેઈ દેવની કૃપાથી ભવિસર વિમાનમાં બેસીને પિતાના નગરમાં આવી જાય છે. પિતાના ભાઈના કારસ્તાનની સૈ કથાઓ રાજાને કહી સંભળાવે છે, પિતાની સ્ત્રીને પાછી મેળવે છે, ત્યારપછી રાજકન્યા સાથે પરણે છે ને વળી ગાદીવારસ પણ બને છે. કપટચારી વધુયત્ત ત્યાંથી નાસીને નાના રાજા પાસે જાય છે. એ રાજા કુરજંગલના રાજાને કહેણ મોકલે છે કે “તમારે પરાજય સ્વીકાર અને ભવિસત્તની બંને સ્ત્રીઓ મને સેંપી દેવી.” આ અપમાનભર્યા કહેણના ઉત્તરમાં કુરૂજંગલને રાજા યુદ્ધનું કહેણ કહાવી મોકલે છે. ભયંકર યુદ્ધ થાય છે અને તેમાં પિયનાને રાજા પરાભવ પામે છે. ત્યારપછી ભવિસત્ત લાંબાકાળ સુધી બંને સ્ત્રીઓ સાથે સુખાનંદમાં રહે છે, અંતે તેને એક સાધુ મળે છે તે એને એને પાછલા ભવની કથા કહે છે, તે ઉપરથી એને વૈરાગ્ય ઉપજે છે, સાધુ થાય છે અને અનેક અવતાર પછી મેક્ષ પામે છે.
સંક્ષેપમાં ઉપર જણાવેલી કથાઓમાં, લોકપ્રિય પુનર્જન્મનું મહત્વ દેખાડવાને માટે બીજી કથાઓની પણ ગુંથણી કરી છે.
શ્વેતાંબરોમાં ગદ્યમાં તેમજ પદ્યમાં લખાયેલી કથાઓ અનેક છે. અહીં માત્ર પત્તિની તાવતી વિષે જ કંઇ ઉલ્લેખ કરીશ. ઈ. સ. ૧ લા સૈકામાં રચાયેલી, પણ ત્યારપછી આશરે હજાર વર્ષે એનું