________________
( ૩ ) ભદ્ર પછી સાત પુરૂષ સુધી તે ઉતરી આવ્યા. પછી એ ૧૦ પૂર્વનું જ્ઞાન પણ લુપ્ત થયું, પણ બાકીના ગ્રન્થ તે હતા જ, તેમને વીર સંવત ૯૮૦ માં દેવદ્ધિને પ્રમુખપદે વલ્લભીપુરમાં મળેલા સંઘે નવેસરથી છેવટના વ્યવસ્થિત કર્યા અને પહેલી જ વાર લિપિબદ્ધ કરી લીધા. ( કારણ કે ત્યાં સુધી બધા ધર્મગ્રન્થ શિષ્ય પરંપરાથી શ્રુતિથી ઉતરી આવતા હતા.) મથુરામાં સંતને પ્રમુખપદે (વીર સંવત ૯૩ માં ) મળેલા સંઘે એ ગ્રન્થને છેવટના પુસ્તકારૂઢ કર્યા. શ્વેતામ્બરોને મતે એમના આજના ગ્રન્થ એ સંઘમાં જે રૂપે વ્યવસ્થિત થયા તે જ રૂપે છે. -
શ્વેતામ્બરાની પેઠે દિગમ્બરે પણ માને છે કે ૧૪ પૂર્વના છેલ્લા જ્ઞાતા ભદ્રબાહુ હતા. એમના ગયા પછી વખત જતે ધીરે ધીરે બારમું અંગ તેમજ એનાં ૧૪ પૂર્વ જે સાચાં શાસ્ત્રો હતાં, તે લુપ્ત થઈ ગયાં. ભદ્રબાહુની પછી પણ ૧૧ પુરૂષ સુધી ૧૧ અંગ ને ૧૦ પૂર્વ સચવાઈ રહ્યા હતા ત્યારપછીના ૫ પુરૂષ સુધી ૧૧ અંગ જ રહ્યાં ને ત્યારપછીના ૪ પુરૂષ સુધી પ્રારા રહ્યું. બીજી કથા પ્રમાણે આ ચાર પુરૂષોના સમયમાં ૧૦ મું, ૯ મું, ૮મું અને ઘણું કરીને ૭ મું અંગ હતું, અને ત્યારપછી પાંચ પુરૂષે એક અંગ જાણતા. એમાંના છેલ્લા બેએ પુષવન્ત અનેમૂવાવાળું શાસ્ત્રગ્રંથ લિપિબદ્ધ કરી લીધા, પણ એમ કર્યા છતાં ય ગ્રંથો બચી શક્યા નહીં. આ વર્ણન પ્રમાણે ૧૧ અંગના છેવટના જ્ઞાતા મહાવીરના નિર્વાણ પછી ૪૩૬ મે વર્ષે અને ભૂતવલ્યાચાર્ય ૬૮૩ મે વર્ષે મરણ પામ્યા ગણાય. ° ત્યારપછી મહાવીરે પ્રકટ કરેલું જ્ઞાન અંગ કે બીજા કોઈ પ્રમાણભૂત ગ્રંથો ઉપરથી લિપિબદ્ધ થયું નથી. પણ એ લુપ્ત થઈ ગયેલા ગ્રંથેના પક્ષ જ્ઞાન ઉપરથી નવા ગ્રંથો રચાયા છે.
વેતામ્બરે માને છે કે સાચાં શાસ્ત્રો, જો કે સંપૂર્ણ સ્વરૂપમાં તે નથી, તોય છે ખરાં, પણ દિગમ્બરને મતે તે સાચાં શાસ્ત્રો કાયમના લુપ્ત થઈ ગયાં છે અને શ્વેતામ્બરાના શાસ્ત્રો તે સાચાં શાસ્ત્ર નથી. પછીના સમયમાં લખાયેલા ગ્રંથને સમૂહ