________________
( ૮૯ )
ભારતવર્ષના સીમાપ્રાન્તામાં બેાલાતી ઇરાનિયન અને મેગાલિયન ભાષાઓના ઉપયાગ જૈન સાહિત્યમાં કદાપિ થયા નથી. ભારતમાં બ્રિટિશાનુ રાજ્ય થયા પછી અંગ્રેજી ભાષાના પ્રચાર ખૂબ થયા છે અને આ નવા જુગમાં જૈનો પણ પેાતાના સાહિત્યમાં એને ઉપયોગ કરે છે, પણ તે પ્રાચીન સાધનાને આધારે પેાતાના સિદ્ધાન્તાને નવીન રીતે ચવામાં કે વિવાદ કરવામાં કે માસિકામાં લેખ લખવામાં જ માટે ભાગે એના ઉપયોગ કરે છે.
હિન્દુઆ અને બૌદ્ધોની પેઠે જૈનો પણ અતિ પ્રાચીન કાળથી શ્રુતિપરંપરાદ્વારા સાચવીને પેાતાના ધર્મગ્રન્થાને ઉતારી લાવ્યા છે. સાથી પ્રાચીન લખાણુ આપણા જાણ્યા પ્રમાણે ૪૩ મા પાના ઉપર જણાવેલા શિલાલેખ છે. એ લેખા ઈ. પૂ. ૨ જા સૈકા સુધી જવા જાય છે. એ કાળના હસ્તલેખા તા મળી આવતા નથી, કારણકે ભારતવર્ષોંની ગરમ હવા લખેલા તાનપત્રો ને લાંબુ આયુષ ભાગવવા દે એવી નથી. એટલે પિરણામે જૈનગ્રન્થા સાધના જે બધા હસ્તલેખા આજે જોઈએ છીએ તે બહુ પછીના કાળના છે, ૧૪ મા સૈકાના હસ્તગ્રન્થા પશુ માટે ભાગે આજે વિરલ થઇ ગયા છે. ભારતવર્ષોંમાંથી મળી આવેલા પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થા ૧૧ મા સૈકાના છે; ભારતના એથીયે પ્રાચીન હસ્તલેખા નૈવાલમાંથી, પૂ તુ સ્થાનમાંથી અને જાપાનમાંથી અનેક મળી આવ્યા છે, અને એમાંના કેટલાક તે ઇ. સ. ૧ લા સૈકા સુધીના જેટલા જુના છે. આ અતિ પ્રાચીન હસ્તગ્રન્થા બૌદ્ધ ધર્મના છે. ઉમરમાં એમની સ્પર્ધા કરી શકે એવા જૈન હસ્તલેખા હજી તેા મળી આવ્યા નથી.
જૈનો રેવનાગરી પૂર્વેની, તેને મળતી અને તેમાંથી અપભ્રંશ પામેલી લિપિ પેાતાના ગ્રન્થામાં વાપરતા, દક્ષિણ ભારતની ભિન્નભિન્ન લિપિ પણ વાપરતા, મુસલમાનેાએ દેશને જીતી લીધે ત્યારપછી ગ્રન્થાની નકલા કરતાં ફારસી-આરખી શબ્દોએ દબાઈ ગયેલી હિંદીમાં એટલે કે ઉર્દુમાં આરખી લિપિના વખતે ઉપયોગ કરતા અને આજના નવીન જુગમાં લૅટિન લિપિને પણ ઉપયાગ કરે છે,