________________
( ૮૮ ) એમણે પ્રાકૃતને પાછળ હડસેલી દીધી ને પછી સંસ્કૃતના સર્વોત્તમ પદ સામે પણ માથું ઉચકયું અને પરિણામે આ ભાષા, ઉપરની શ્રેણિના શિષ્ટ લેકેની ભાષા રૂપે જે ઉચ્ચ પદે હતી તે પદેથી ખસી પડી છે. હવે તે માત્ર થોડાક પંડિતે જ સંસ્કૃત ભાષા બેલી શકે એમ છે અને થોડાક શિષ્ટ લેકે, એને સરળતાથી સમજી શકે એમ છે, ને તેમની સંખ્યા પણ ઓછી થતી જાય છે.
અર્વાચીન ઈડે -આર્ય ભાષાઓ અનેક છે અને તેમને એકમેકને સંબન્ધ હોવા છતાંયે તેમનામાં બહુ ભિન્નતા છે. એ ભાષાએમા વંશાવી, પાનાની, દિની, વિહારી, શોહિયા, વિંછી, જુનાતી અને માટી એ મુખ્ય છે અને એકંદરે ૨૩ કરોડ જણ એ ભાષાઓ બેલે છે. એમાંની રાજસ્થાની, હિન્દી અને ગુજરાતી જૈનસાહિત્યને માટે મહત્ત્વની છે. આ બધી ભાષાઓની અંદર સ્થાનિક વિભાષાઓ પણ અનેક છે. એ બધી ભાષાઓ વિકાસનિયમે કમેકમે આજ સુધી ઉતરી આવી છે. એમાંની કેટલી પ્રાચીનરૂપે આજે પણ સાહિત્યના ઉપયોગમાં લેવાય છે ખરી, પણ રેજના વ્યવહારમાં બેલાતી નથી.
ભારતવર્ષની આયેતર ભાષાઓમાં દક્ષિણની દ્રાવિડિયન ભાષાઓ જૈનધર્મને કારણે તે હેતુએ મહત્ત્વ પામી છે. ૬૦ મા પાના ઉપર જણાવ્યું છે એમ જૈનોએ એ ભાષાને બેલવામાં જ નહિ, પણું સાહિત્યમાં ય ઉપયોગ કર્યો છે. કાનને ઉપયોગ કરનાર અતિ પ્રાચીન કવિઓ જૈન હતા; કાની સાહિત્યમાં જૈનધર્મનું ઉંચું સ્થાન ઈ. સ. ૧૨ મા સૈકા સુધી જળવાઈ રહ્યું. તે સમયથી નવા ઉત્પન્ન થયેલા લિંગાયતધર્મો સાહિત્યક્ષેત્રમાં જૈનોની સામે શીંગડા કરવા માંડ્યાં, અને છતાં યે ત્યારપછી લાંબા કાળ સુધી જૈનોએ કાની સાહિત્યને પ્રખ્યાત લેખકે આપ્યા છે. તામિલ ભાષાના સાહિત્યના ઈતિહાસમાં પણ જૈનોનું એ જ સ્થાન હતું; તામિલ સાહિત્યના અનેક ગમ્ભીર ગ્રન્થ જેનોની લેખણે લખાયા છે. આ પ્રદેશમાં પણ શૈવ વૈષ્ણવ ધર્મના આક્રમણથી જૈનધર્મને પાછાં પગલાં જેમ જેમ ભરવાં પડતાં ગયાં, તેમ તેમ તેના સાહિત્યને પણ સંકેચાતા જવું પડયું.