________________
( ૮૭ ) મતે આ ભાષાનું મૂળસ્થાન હિંદુસ્થાન અને પંજાબ હતું, અને એ પ્રદેશમાં એ ભાષા એક વાર બોલાતી પણ ખરી.
અપભ્રંશને ભારતના કેટલાક વૈયાકરણ પ્રાકૃતનું ઉપાંગ માને છે, ત્યારે કેટલાક એને સંસ્કૃત અને પ્રાકૃતની સાથે સ્વતંત્ર ભાષા માને છે; સાચી રીતે તે પ્રાકૃતની અને અર્વાચીન ભાષાઓની વચ્ચેની એ સાંકળ છે. કેટલાક જૈનોએ એમાં પણ કવિતાઓ લખી છે; પણ ૧૦-૧૨ મા સૈકામાં રચાયેલા ડાક ગ્રન્થને આધારે જ અપભ્રંશ સાહિત્ય સંબંધે આપણે જે કંઈ જાણીએ છીએ તે જ જાણીએ છીએ.
સમસ્ત જનસમૂહ પિતાનાં શાસ્ત્રો સમજી શકે એ હેતુઓ જેનો પિતાના ગ્રન્થ સંસ્કૃતમાં નહિ, પણ પ્રાકૃતમાં લખતા. પણ સમય જતાં પ્રાકૃત ભાષાઓએ પણ સાહિત્ય ભાષાઓનું એવું વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું કે લેકને સમજાતી બંધ થઈ ગઈ; વળી શાસ્ત્રીય ઉપગને માટે સંસ્કૃત ભાષામાં સમસ્ત ભારતમાં એવું મહત્ત્વનું સ્થાન લીધું કે જેનોએ પણ એ ભાષા વાપરવાનું ગ્ય માન્યું.
દિગમ્બરેએ તે બહુ પૂર્વેથી જ સંસ્કૃત ભાષામાં લખવા માડ્યું હતું. શ્વેતામ્બરેએ પોતાના ટીકાગ્રન્થમાં સંસ્કૃતને જ ઉપયોગ કર્યો છે, પ્રથમ રમે (ઈ. સ. ૭૫૦ ના અરસામાં) ટીકા લખવામાં સંસ્કૃતને ઉપગ કર્યો, હરિભ્રદ્રની પૂર્વે માત્ર થોડા જ ગ્રન્થ સંસ્કૃત લખાયા હોય એમ જણાય છે. જૈન લેખકેની સંસ્કૃત ભાષા ભિન્ન પ્રકારની છે, કેટલાક લેખકો શુદ્ધ અને વ્યાકરણના નિયમને અનુસરીને સંસ્કૃત ભાષા લખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બીજાઓ, જનસમૂહ પિતાનું લખ્યું સમજી શકે એટલા માટે, પિતાના ગ્રન્થમાં લેકભાષાના પ્રવેગોને પણ ઉપયોગ કરે છે.
પ્રાકૃત ભાષાઓના વિકાસમાંથી ધીરે ધીરે આજે ભારતમાં બેલાતી અર્વાચીન ભાષાઓ થઈ. ઈ. સ. ના બીજા સિકાની શરૂઆતથી આ ભાષા સાહિત્યને એગ્ય બની હતી. પ્રથમ તે