________________
( ૮૫ ) ભાષાનાં ઉચ્ચારણના નિયમથી કેવળ જુદા પ્રકારનાં ઉચ્ચારણનાં સ્વરૂપ અનેક પ્રાકૃત ઉચ્ચારણ સ્વરૂપે વેદમાં છે; વેદના મંત્ર બંધાયા, તે સમયે પંજાબમાં બેલાતી મૂળ-પ્રાકૃત ભાષાના અનેક શબ્દ તે મોમાં લેવાયા છે. વોટર પિટરસન સાચું જ કહે છે? કે બેલનાર લેકને સમજાય નહિ એવા ભાષાના ફેરફાર વૈદિક ઋષિઓએ કર્યા હોય અને એવી રીતે પ્રાકૃતભાષા ઉભી થઈ હોય એમ તે માની શકાય જ નહિ, અર્થાત્ વૈદિક સંસ્કૃત ભાષામાંથી ભાષાશાસ્ત્રને સ્વાભાવિક નિયમે વિકાસ પામીને પ્રાકૃત ભાષા ઉત્પન્ન થાય એ તે સંભવતું નથી. પણ પ્રાકૃત ભાષાના સંશોધનથી એવું સિદ્ધ થાય છે કે એનું મૂળ નથી તે વેદની સંસ્કૃત ભાષામાં કે નથી સાહિત્યની સંસ્કૃત ભાષામાં. એ સંબંધે છે. વાકરનાગલ (Wackernagel ) આમ કહે છે. વૈદિક ભાષાથી સ્વતંત્ર, પણ ઈંડ-ઈરાનિયન ભાષામાંથી વિકાસ પામેલી લેકભાષાઓ ભારતવર્ષમાં ખરું જોતાં હતી જ, એનાં પ્રમાણ મધ્યકાળનાં સ્મારકમાં સચવાઈ રહેલી ભાષામાંથી અનેક અને સ્પષ્ટ રીતે મળી આવે છે.
લેકભાષાઓ વિકાસ પામીને જેમ જેમ આગળ ચાલતી ગઈ અને એકવાર સમીપની, પણ સાહિત્યને પ્રતાપે સ્થિર અવિચળ થઈ ગયેલી સંસ્કૃત ભાષાને પાછળ મૂકી અલગ માર્ગે દૂર થતી ગઈ, તેમ તેમ એ બે ભાષાઓ વચ્ચેનો ભેદભાવ વધતે ચાલ્યો, સાથે સાથે બંને ભાષાઓ વાપરનાર પંડિતેને માટે સંસ્કૃત ભાષા રહી અને સંસ્કૃત સમજી શકનારા પણ બોલી નહિ જાણનાર લેકસમૂહને માટે પ્રાકૃત ભાષા થઈ. ત્યારે હવે સમજી શકાય છે કે ક્રાઈસ્ટપૂર્વેના ૫ મા સૈકામાં પંડિતવર્ગના આચાર્યોની સામે વિરોધ કરીને સમસ્ત જનસમૂહને માટે મુક્તિનો માર્ગ ખુલ્લો કરવા નવા ધર્મેદ્વારકેએ પિતાના ઉપદેશમાં અગમ્ય સંસ્કૃત ભાષાને નહિ પણ લેકભાષાને ઉપયોગ કર્યો. મહાવીરની જન્મભૂમિ મગધમાં જે ભાષા બોલાતી તેનું નામ મારાથી હતું. આ ભાષા સંસ્કૃત ભાષાથી મુખ્યત્વે કરીને ત્રણ અંગમાં જુદી પડે છે. ને ત અને સ ને શ થાય છે અને પ્રથમ એક વચનને છેડે પ્રસ ને બદલે g આવે છે. જેને ગ્રન્થમાં જે ભાષા વપરાઈ છે તેમાં આમાંને છેલ્લે જ ભેદ