________________
૩ અધ્યાય.
ગ્રન્થો.
- પૂર્વકથન. સર્વ કાળે જેનોએ સાહિત્યના ક્ષેત્રમાં પુષ્કળ કાર્ય કર્યું છે. જૈન લેખકે મેટે ભાગે ધાર્મિક શ્રેણિના હતા, ચાતુર્માસમાં વિહાર કરવાને જૈન સાધુઓને ખાસ નિષેધ છે, તે સમયે તેઓ એક સ્થાને રહીને લખતા, વળી હેમચન્દ્ર અને એવા બીજા જૈન ઈતિહાસમાં પ્રખ્યાત થયેલા પ્રતાપી પુરૂષ એક સ્થાને રહેતા, તે પણ ગ્રન્થ લખતા. લેખકે મેટે ભાગે ધામિક શ્રેણિના હતા, તેને પરિણામે ગ્રન્થ પણ મેટે ભાગે ધાર્મિક શ્રેણિને લખાયા છે અને વળી ભારત સાહિત્યના ઇતર ક્ષેત્રમાં જે વિષ ઉપર ચર્ચા થઈ છે, તે વિષય ઉપર આ લેખકે એ પણ ચર્ચા કરી છે. આધ્યાત્મિક ભાવનાઓ, ધામિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થકરના તે એ સાહિત્ય મુખ્યત્વે છે. તે ઉપરાંત વિજ્ઞાનશાસ્ત્ર, કાવ્ય, વાર્તાઓ, નાટકો તેમ જ લેખે વગેરે સાંસારિક વિષયના ગ્રન્થદ્વારા પણ યથાશક્ય ધમને પોષણ આપ્યું છે.
ભારતની જુદી જુદી-આર્ય તેમજ આપેંતર, દ્રવિડિયનભાષાઓ અને ઉપભાષાઓમાં જૈનસાહિત્ય લખાયું છે. ઇંડો-આર્ય ભાષાના વિકાસક્રમનાં ત્રણ પગથી આપણે જાણીએ છીએ. તે નીચે પ્રમાણે છે.
૧ પ્રાચીન અથવા સંસ્કૃત. ૨ માધ્યમિક અથવા પ્રાકૃત અને અંશ. ૩ અર્વાચીન અથવા માથા.
જેનોએ એ ત્રણે કાળની ભાષાઓને ઉપયોગ કર્યો છે. અનુમાને કલ્પી લેવાય કે સેથી પ્રાચીન ગ્રન્થ સંસ્કૃતમાં લખાયા હશે,