________________
કરી છે. અહિ મને મોઢે મોહપત્તિ નહિ બાંધવી એટલો દેવ ગુરુના પસાથે જ્ઞાન અંશ જાગ્યો. છતાં આનો હું નિર્ણય કરીશ પછી જેમ જોઈશ તેમ કરીશ.
ચોમાસું દિલ્હીમાં કરીને પછી પતિયાલાના દેશમાં ગયો ત્યાં ચોમાસું કરીને પાછો હું અમૃતસર આવ્યો. પાછો ચાલકોટ ગયો. પાછો રાવલપિંડી ગયો. ત્યાંથી આવીને ગુજરાનવાલામાં ચોમાસું કરી ચોમાસું ઉઠે પાછો પતિયાલા ગયો. રસ્તામાં અમરસિંગ મળ્યા મને કહ્યું : બુટેરાયજી ! તમે અમે સાથે વિચરીશું. તમારો અમારો સમુદાય એક છે. મેં કહ્યું : સારી વાત છે. અમે બન્ને મલીને અમૃતસર ગયા.
ત્યાં મારે ને અમરસિંગજીને ચર્ચા થઈ મોહપત્તિ અને પ્રતિમાની. પરંતુ સારા ય પંજાબમાં ૨૨ ટોલાનો સંપ્રદાય વ્યાપી રહ્યો હતો અને અમૃતસરમાં તો ઘણા અમરસિંગના પરિવારના હતા. મારી શ્રદ્ધા ખોટી જાણીને મારી પાસેથી અમરસિંગ વિહાર કરી ગયા. પરંતુ મોહપત્તિ બાંધવાની અને પ્રતિમાજીની ઘણી ખેંચ કરવા લાગ્યા.
અને લોકોને કહેવા લાગ્યા : બુટેરાયજીની શ્રદ્ધા મહા ખોટી છે. તેની પ્રતિમા માનવાની શ્રદ્ધા છે. અમારા પૂર્વે હરીદાસ તથા મલકચંદ આદિ આચાર્ય થયા છે. જેઓએ ધર્મ વિચ્છેદ પામ્યો હોઈને પાછું ચારિત્ર સ્વીકારીને વીતરાગનો ધર્મ પ્રગટ કર્યો હતો. આવા પુરુષોને બુટેરાયજી નિદ્વવ તથા અન્યલીંગી અને પાખંડી માને છે. મારે એની આ બને શ્રદ્ધાઓ છોડાવી દેવી છે. નહિ છોડે તો હું તેનો વેષ ખેંચાવી લઈશ. ઘણી નિંદા કે લોકોની જીભેથી સાંભળી છે પરંતુ મારાથી દીક્ષામાં તે નાના છે. સંપ્રદાયની અપેક્ષાએ તે મને ઘણી વાર મળ્યા છે. મારી સાથે ચર્ચા વાર્તા પણ થઈ છે પરંતુ ક્યારે હું એને અવિનયના વચન બોલ્યો નહિ. એણે મને ક્યારે અવિનયનું વચન કહ્યું નહિ. શ્રદ્ધા તો દૃષ્ટિ અનુસારે જીવોની થાય છે. આમ જાણી જેવું વચન બીજા પાસે સાંભળ્યું હોય તે વાત એકાન્ત સાચી ન માનવી. કોઈ સાચો પુરુષ કહે તો સાચી જાણવીનહિ તો કેવળી મહારાજ જાણે. આ કાળમાં ઓછી વધતી વાતો જગતમાં ઘણા લોકો કરે છે. લોકોની આ વાતો સાંભળીને જ્ઞાની જીવે કોઈની સાથે રાગ દ્વેષ કરવો યોગ્ય નથી તથા કોઈ પ્રત્યક્ષ અવગુણવાદ બોલે તો પણ વીતરાગની આજ્ઞા આ જ છે - સમતા ભાવ
૭
મોહપત્તી ચર્ચા -