________________
૮૩ તમારાથી કાંઈ બની ન શકે તે બેલવામાં પણ
મમતા ચૂકશે નહિં, દુઃબીના દુઃખની વાત સાંભળવાથી પણ તેનું દુખ ઓછું થાય છે. તેને ઉમેરે શાંત થાય છે. કેવળ શુભ ચિંતનથી પણ સામાનું
ભલું કરી શકાય છે. ૮૪ નિબળ મનુષ્ય તરફ નેહ ભાવથી વર્તે, તેમનામાં જે
કોઈ સારા ગુણ હોય તે તરફ આદર બતાવે. અને તેનામાં જે કાંઈ દોષ કે દુર્ગુણ હોય તેની ઉપેક્ષા કરે. કેઈ પણ રીતે મનુષ્ય અન્યને ઉપયેગી થવું
જોઈએ,
૮૫ કેઈની પ્રીતિના પાત્ર થવું, તે કરતાં કૅઈને પ્રીતિનો
પાત્ર બનાવ એ વિશેષ સારું છે. પ્રેમનું સામર્થ્ય અગાધ છે. ભય કરતાં પ્રીતિ ઘણું ફળ નીપજાવી શકે છે. તેમાં નાનાં બાળકે તે જેટલાં પ્રીતિથી વશ થાય છે, તેટલા ભયથી વશ થતાં નથી. ઈશ્વર પણ હઠગ કરતાં પ્રેમથી વશ થાય છે. તે બીજા માટે
શું કહેવું. અર્થાત્ પ્રેમથી જગત છતાય છે. ૮૬ બીજે આપણને બગાડ કરે, તે કરતાં આપણે તેને
બગાડ કરીએ તેથી આપણને વધારે નુકસાન છે. કઈ આપણે અપકાર કરે તે તે સહન કરીને બેસવું પણ આપણે કેઈને અપકાર કરવાની ઈચ્છા ન કરવી. અને ખાનગી તથા જાહેર વર્તમાનમાં હમેશાં ભલમનસાઈ વાપરવી.