________________
૧૯૬૬ માં મોટી આગ લાગી હતી તે એક રીતે લાભદાયક નીવડી હતી. તેથી હવા સુધરી ગઈ અને
મરકીના ત્રાસને અંત આવ્યો હતે. ૬૨ વાવણીની મોસમમાં ખેડુત જેમ ધાન્યનાં કણસલાંને
ગુડે છે. તેમ દુદેવ પણ કેટલીક વખત આપણને નિદયપણે ગુડે છે, અને આફતને વરસાદ વરસાવે છે. પણ દૈવે બેદરકારીથી અફાળેલું ગુડીયું જ્યારે દાણાવાળા પુળા ઉપર પડે છે ત્યારે ફક્ત ઘાસ કે પરાળજ છુંદાય છે, અને દાણાને જરાપણ ઈજા થતી
નથી. ૬૩ સંકટ રૂપી ભઠ્ઠી ઘણી વખત માણસને તપાવી શુદ્ધ
કરે છે. તે માણસની વૃત્તિરૂપી ધાતુના મેલને બાળી નાખે છે. તેથી તેનું શુદ્ધ સત્વ વિશેષ ઝળકી
નીકળે છે. ૬૪ કાલે શું થશે તેની નકામી ચિંતા છેડી દઈને
આજના દિવસ ઉપર નજર રાખ. ૬૫ કઈ માણસ કાંઈ હું કામ કરે તે તેણે અમુક
ખોટું કામ કર્યું એટલું જ આપણું જાણવામાં આવે છે. પણ તે કેવા ખરાબ સંગને ભોગ થઈ પડે હતે. કેટલી લાલચને નહિં ગાંઠતાં નિરૂપાયે તેને કામ કરવું પડયું હશે, એ કશું આપણા જાણવામાં આવતું નથી. અર્થાત્ તે કામ તેણે ઈરાદા પૂર્વક કર્યું કે અજાણતાં થઈ ગયું તે સશે આપણે