________________
૨૯૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા શબ્દ નિર્વિકલ્પ કર. સમભિરૂઢ દષ્ટિથી એવંભૂત અવલેક, એવંભૂત દૃષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. એવંભૂત દષ્ટિથી એવંભૂત થા; એવંભૂત સ્થિતિથી એવંભૂત દૃષ્ટિ શમાવ.” – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૪.
આ સપ્ત નયની ગહન અર્થઘટનાવાળા શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપરોક્ત સૂત્રે પરમ આશય ગંભીર છે. આ નયસૂત્રને જે યતકિંચિત્ સ્વલ્પ પરમાર્થ મને યથામતિ સમજાય, તે એક મુનિની જિજ્ઞાસાથી તેમના સમાધાનાર્થે મેં લખી મોકલ્યું હતું, તે પ્રસ્તુત અધ્યાત્મ નયપરિશીલનમાં સુવિચારણાથે પ્રાસંગિક જાણી અત્ર આપું છું.
૧. “એવંભૂત દષ્ટિથી જુસૂત્ર સ્થિતિ કર.”— જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવંભૂત શુદ્ધ સ્વરૂપ
સ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ૧. “એવંભૂત દ્રષ્ટિથી જુસૂત્રપણે–વર્તમાન પર્યાયમાં ત્રાજુસૂલ સિથતિ તથા પ્રકારે સ્થિતિ કર ! એટલે કે
વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વત્ત.
ઋજુસૂત્ર દૃષ્ટિથી એવભૂત સ્થિતિ કર.”—અને વર્તમાન પર્યાયની-જુસૂત્રની દષ્ટિએ પણુ જેવા પ્રકારે આત્માનું એવંભૂત શુદ્ધ નિશ્ચય સ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ સ્વરૂપસ્થ થા!
૨. “નગમ દષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર.”—