________________
આત્મામાં સપ્ત નયની અદ્ભુત પરમાર્થ ઘટના ર૯૩
નય પ્રકાર ઉત્તરોત્તર સૂક્ષ્મગોચર ઉત્તરોત્તર સૂક્ષ્મ વસ્તુ બેધ છે, એટલે આ નયને પ્રયોગ પ્રત્યે દોરી જાય તે નય વસ્તુના ઉત્તરોત્તર સૂક્ષ્મ બોધરૂપ
પરમાર્થ પ્રત્યે લઈ જવા માટે આત્માર્થીને અવશ્ય ઉપયોગી–ઉપકારી થઈ પડે છે. આત્માની ગુણદશારૂપ વિકાસક્રમમાં અને પ્રભુભક્તિથી પ્રાપ્ત ભાવસેવારૂપ* આત્મપ્રગતિ આદિમાં નૈગમાદિ સાતે નયની સુંદર રસપ્રદ અને બેધપ્રદ પરમાર્થ ઘટના કરી શકાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ સપ્ત ન સ્વઆત્મા પર અદ્ભુત રીતે ઘટાવ્યા છે, તે અધ્યાત્મ નય-પરિશીલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે આ પ્રકારે–
આત્મામાં સપ્ત નયની અદ્ભુત પરમાર્થ ઘટના
એવંભૂત દષ્ટિથી જુસૂત્ર સ્થિતિ કર, અનુસૂત્ર દષ્ટિથી એવંભૂત સ્થિતિ કર. નૈગમ દૃષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર; એવંભૂત દૃષ્ટિથી નગમ વિશુદ્ધ કર. સંગ્રહ દૃષ્ટિથી એવંભૂત થા; એવંભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. વ્યવહાર દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા; એવભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર શબ્દ દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા; એવંભૂત દષ્ટિથી + જુઓ શ્રી દેવચંદ્રજીકૃત ચંદ્રપ્રભજિન સ્તવન તથા શિવગતિ જિન સ્તવન.