SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન એટલા માટે જ શાસ્ત્રમાં બારમા ગુણસ્થાનકના અંત પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન કહ્યું છે, તેમાં ઘણું રહસ્ય છે. જેમ સેનું ષોડશ વણિકાવાળું શુદ્ધ સુવર્ણ ન થાય ત્યાં સુધી તેને અગ્નિતાપની અપેક્ષા રહે છે, પણ ખેડશ વણિક પ્રાપ્ત થયા પછી તેની અપેક્ષા રહેતી નથી; તેમ જ્યાં સુધી આત્મા નિર્મળ કર્મ રહિત શુદ્ધ આત્મસ્વભાવ પામતું નથી ત્યાં સુધી તેને શુદ્ધ વ્યવહારરૂપ અગ્નિ-તાપદ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાની અપેક્ષા રહે છે, પણ નિર્મળ પરમાત્મદશાને પામેલા ચગારૂઢ પરમષિઓને તેની અપેક્ષા રહેતી નથી. તેવા પુરુષ કલ્પાતીત હોય છે; પરંતુ તેવી પરમ દશા પ્રાપ્ત થયા પૂ. પિતાની તેવી દશા કલ્પી લઈ, જે શિથિલાચારી, વછંદવિહારી જને શુદ્ધ વ્યવહારનું અવલંબન છોડી દે છે, તેઓ માર્ગભ્રષ્ટ થાય છે, એટલું જ નહિં પણ અધ:પતને પણ પામે છે, સંયમશ્રેણીથી લથડતા લડથડતા પહેલે ગુણસ્થાનકે પણ આવી પડે છે. જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્ય વહાર છે, જે પરમાર્થને બાધક થાય તે અસદ્વ્યવહાર છે. સમસ્ત $ “શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય; ત્યાં લગે જગ ગુરુદેવના, એવું ચરણ સદાય શ્રી ઋષભાનન વંદીએ.” –શ્રી દેવચંદ્રજી * “ सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहि । વારસા પુન વે ટુ અને ક્રિયા મા ”—શ્રી સમયસાર " व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या-मिह निहितपदानां हंत हस्तावलंबः । तदपि परममर्थं चिच्चमत्कारमात्रं, परविरहितमंतः पश्यतां नैष किंचित्॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી સમયસારકલશ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy