SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારનું સ્વરૂપ અને તેની ઠેઠ સુધી ઉપયોગિતા ૪૧ સ્થિત આતમાં તે પરસમયઝ છે, ને દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિત આમા તે સ્વસમય છે.” આ બધી સંપક્ષમાં નિશ્ચયવાર્તા છે. પથિક–ગિરાજ ! આપે થોડા શબ્દોમાં નિશ્ચયનું વિશદ ને સુંદર સ્વરૂપ કહ્યું. હવે વ્યવહારનું સ્વરૂપ શ્રવણ કરવા ઈચ્છું છું. આપે સારો વ્યવહાર ને જૂઠે વ્યવહાર કહ્યો, તેની પણ સ્પષ્ટતા કરવા કૃપા કરે. ચોગિરાજ–જિજ્ઞાસુ ભવ્ય ! જે નિશ્ચયનું હમણાં સ્વરૂપ કહ્યું તે નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે, એટલે કે આત્મવસ્તુનું શુદ્ધ સ્વરૂપ વ્યવહારનું સ્વરૂપ અને પ્રગટ કરવા માટે જે જે સાધન તેની ઠેઠ સુધી ઉપકારી થાય તે વ્યવહાર છે. બીજ ઉપયોગિતા શબ્દોમાં કહીએ તે જ્યાં સુધી આત્મવસ્તુ સાથે જે અન્ય સંયોગ છે-કર્મરૂપ વસ્તુને સંબંધ છે, તે સર્વથા દૂર ન થાય ત્યાં લગી સંસાર છે ને ત્યાં લગી વ્યવહાર છે, એટલે શુદ્ધ આત્મસ્વભાવની જ્યાં સ્થિરતા છે એવું કેવળજ્ઞાન જ્યાં લગી ન થાય ત્યાં લગી વ્યવહારની આવશ્યકતા છે, અને x “ जीवो चरित्तदंसणणाणट्ठिओ तं हि ससमयं जाण । પુનર્જન્મપટ્ટિય ર નળ વરસમય છે ” – શ્રી સમયસાર “શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમયવિલાસ રે; પરવડી છાંહડી જ્યાં પડે, તે પરસમય નિવાસ રે... ધરમ પરમ અરનાથને.” –શ્રીમાન આનંદઘનજી
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy