________________
વિજય
(૩) સુંઘવાથી ૧. સારી સુગંધ અને ૨. ખરાબ સુગંધ જાણી શકાય.
(૪) નેત્રથી ૧. ઘેળો, ૨. કાળ, ૩. લીલે, ૪. પીળો અને પ. રાતે રંગ જાણી શકાય.
(૫) કાનથી ૧. સચિત્ત શબ્દ, ૨. અચિત્ત શબ્દ અને ૩. મિશ્ર શબ્દ જાણું શકાય છે. જીવતાં પ્રાણીઓને શબ્દ-વનિ તે સચિત્ત, જડપદાર્થોને અવાજ તે અચિત્ત અને બંનેના મિશ્રણરૂપ અવાજ તે મિશ્ર; જેમકે માણસ સંગીત ગાતે હોય અને સાથે વાજું વાગતું હોય.
ઈદ્રિના આ વિષયમાં રાગ કે દ્વેષ થે, સુખ કે દુઃખની કલ્પના પેદા થવા દેવી તે ઇન્દ્રિયેની આસક્તિ કહેવાય. કોમળ શમ્યા કે સ્વાદિષ્ટ ભજન જોઈને રાજી થવું કે ખરબચડી પથારી કે કર્કશ અવાજ સાંભળીને અપ્રીતિ કરવી તે “ઇંદ્રિયાસક્તિ છે. તેને જીતવા પ્રયાસ કરે તે “ઇદ્રિયજય” કહેવાય.].
पूर्वार्द्धभक्तमेकं च, विरसाइले उपोषितम् । प्रत्येकमिंद्रियजयः, पञ्चविंशतिवासरः ॥१॥
અર્થ–પુરિમર્દુ, એકાસણું, નવી, આંબેલ અને ઉપવાસ. એ પ્રમાણે પાંચ દિવસ કરવાથી એક ઇંદ્રિયજયનો તપ થયે. એ રીતે પાંચ ઇંદ્રિયેના જય માટે પાંચ ઓળી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરો થાય છે. તપસ્યાના દિવસમાં ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, ઉદ્યાપનમાં