________________
તરત્ન રત્નાકર
જિનેશ્વરની પાસે અથવા જ્ઞાનની પાસે પૂજાપૂર્વક પચીશ પચીશ પકવાન (દડ), ફળ, વિગેરે હેકવા તથા તેટલી સંખ્યાવાળા મોદક વિગેરે સાધુઓને આપવા. સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી દુષ્ટ ઇંદ્રિયેની અશુભ પ્રવૃત્તિ થતી નથી. આ સાધુ તથા શ્રાવક બને કરવાનો તપ છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે,
સા. ખ લે. ન, પહેલી ઓળી-સ્પર્શનેન્દ્રિયયત નમઃ ૮ ૮ ૮ ૨૦ બીજી ઓળી–રસનેન્દ્રિયજયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ ત્રીજી ઓળી-ધ્રાણેન્દ્રિયજયતપણે નમઃ ૨ ૨ ૨ ૨૦ ચેથી ઓળી-ચક્ષુરિંદ્રિય તપણે નમઃ પ પ પ ૨૦ પાંચમાં ઓળી–દ્રિયજયતપર નમઃ ૩ ૩ ૩ ૨૦
અથવા “ઇંદ્રિયાય નમઃ” એ રીતે પાંચે એ ળીમાં ગણવું. તથા સાથીયા, ખમાસમણ અને કાઉસ્સગ પાંચ પાંચ કરવા. નવકારવાળી વીશ ગણવી.
૨. કષાયજય તપ. [“કષાય” શબ્દ ધાતુ ઉપરથી બનેલ છે. ૬ એટલે બગાડવું, ઠાર મારવું. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના તેરમાં પદમાં કહ્યું છે કે
कलुसन्ति जं च जीवम् , तेण कसाय त्ति वुचन्ति ।
જીવનના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે તે “કષાય” કહેવાય. “#”ને બીજો અર્થ છે સંસાર. જેનાથી સંસારને ગા=લાભ થાય તે “કષાય”.